ભાયાવદરમાં જાહેર ચોકમાં પિતા-પુત્ર પર કરાયો છરી વડે હુમલો: ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ખસેડાયા ઉપલેટા
બે સબંધીઓ વચ્ચે ચાલતી વાતચીતમાં દખલ કરી હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૨, ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં જાહેર ચોકમાં એક પાનના ગલ્લા વાળાએ સામાન્ય બાબતમાં એક પિતા-પુત્ર પર છરી વડે હુમલો કર્યો છે ત્યારે આ હુમલા બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
ભાયાવદર શહેરના ચક્કર ચોકમાં એક પાનની દુકાન ચલાવતા વ્યક્તિએ સામાન્ય બોલાચાલીમાં એક પિતા-પુત્ર પર છરી વડે હુમલો કર્યો હોવાની એક ઘટના સામે આવી હતી જેમાં હુમલાની આ ઘટનામાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ થતાં ઉપલેટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર બાબતે ઇજાગ્રસ્ત પુત્રએ ભાયાવદર પોલીસ મથકમાં હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભાયાવદર ગામે રહેતા ૨૮ વર્ષીય સુરેશભાઈ ઉર્ફે આકાશભાઈ વિનુભાઈ મકવાણા અને તેમના પિતા વિનુભાઈ મકવાણા ધોરાજી પોતાના કામ અર્થે ભાયાવદરથી જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં પાનના ગલ્લા ખાતે ઉભા રહ્યા હતા જેમાં તેમના નજીકના સંબંધી સાળા સાથે તેમના પિતા વિનુભાઈ વાત કરી રહ્યા હતા તે દરમિયાન પાનના ગલ્લાવાળા હિરેનભાઈ સથવારા નામના વ્યક્તિએ બંને વચ્ચેની ચાલતી વાતચીત વચ્ચે આવી અને ઉગ્ર બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી જે બાદ વિનુભાઈએ સમજાવતા મામલો વધુ બનતા ગલ્લા પર બેસેલ વ્યક્તિ ઉગ્ર થયેલ હતો અને ઉગ્ર થયેલ હિરેનભાઈ સથવારાએ છરી વડે તેમના પર હુમલો કરી દીધો હતો ત્યારે પિતા પર થઈ રહેલા હુમલાને રોકવા અને તેમને બચાવવા પુત્ર પણ આડો પડતા તેમને પણ છરીના ઘા લાગ્યા હતા.
ભાયાવદરના જાહેર ચોકમાં બનેલ હુમલાની આ ઘટના પિતા અને પુત્રને ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રને ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્ત પિતા પુત્રમાં પિતાને વધુ ગંભીર ઇજા પહોંચી હોવાની પણ વિગતો સામે આવી હતી જ્યારે પુત્રને હાથના ભાગે છરીના ઘા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
ઉપલેટાના ભાયાવદર ગામના જાહેર ચોકની અંદર છરી વડે થયેલા હુમલો કરવાની આ ઘટનામાં પિતા-પુત્રને ઇજા થઈ હતી ત્યારે બંને પિતા-પુત્રને સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સમગ્ર બાબતે ઇજાગ્રસ્ત સુરેશભાઈ ઉર્ફે આકાશભાઈ વિનુભાઈ મકવાણા નામના ૨૮ વર્ષીય વ્યક્તિએ છરી વડે હુમલો કરનાર હિરેનભાઈ સથવારા નામના વ્યક્તિ વિરુદ્ધ ભાયાવદર પોલીસમાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી ત્યારે સમગ્ર બાબતે ભાયાવદર પોલીસે આઈપીસી કલમ ૩૨૩ અને ૩૨૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિ હુમલો કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પહેલા જ પોલીસ સ્ટેશન ખાતે હજાર થઈ ગયો હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.