તંત્ર એ બાવળ કાપી ને નદી ની સાફ સફાઈ તો કરી પણ બાવળ ત્યાં ને ત્યાં જ છોડી દીધા
તંત્રએ એક કામ તો સારું કર્યું પણ પાછળ થી બીજું કામ બગાડ્યું વીંછિયાના થોરીયાળી ગામેથી પસાર થતી ગોમા નદીની તાજેતરમાં જ જવાબદાર તંત્ર દ્વારા જેસીબીની મદદથી સાફ-સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને નદીમાં ઉગી નીકળેલા ગાંડા બાવળને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ગાંડા બાવળને નદીમાંથી ખસેડવાના બદલે નદીમાં જ ઢગલા ખડકી દઈ તંત્રએ હાશકારો અનુભવી લેતા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ચોમાસું નજીક આવી ગયું છે અને જો ભારે વરસાદ પડતા નદીમાં પૂર આવશે તો આ ગાંડા બાવળના ઢગલા પાણીમાં તણાવા લાગશે અને નદીમાંથી થતો પાણીનો નિકાલ પણ અટકી શકે છે. જો આ ગાંડા બાવળના લીધે પાણીનો નિકાલ અટકી જશે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર કોણ રહેશે તે એક સવાલ બની ગયો છે. જેથી આ નદીમાં પડેલા ગાંડા બાવળના ઢગલાને જવાબદાર તંત્ર દ્વારા તાકીદે હટાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.