કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ - At This Time

કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ


કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.19-03-2023 સુધી બોટાદ જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.19-03-2023 સુધી બોટાદ જિલ્લામાં કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. પાકને કમોસમી વરસાદથી થતી નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા. શાકભાજી અથવા બાગાયતી પાકો ઉતારી લેવા, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જણાવાયું છે.
report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon