ફરી એક વખત ભિમાં ખૂટી એ ગૂજરાત નું ગૌરવ વધાર્યું
કોલકત્તામાં ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમ ના કેપ્ટન ભીમા ખૂંટી ની ટીમ બની ચેમ્પિયન..
ભીમા ખૂંટી ની કેપ્ટનશીપ હેઠળ ઇન્ડિયન ગ્લેડીયટર્સ ટીમે રચ્યો ઇતિહાસ..
૪ અને ૫ માર્ચ ના રોજ કોલકત્તા ના પ્રગતિ સિંઘ ગ્રાઉન્ડમ પર ઇન્ડિયન ગ્લેડીયટર્સ અને ઇન્ડિયન ફાઈટર્સ ની ટીમો વચ્ચે મુકાબલા ચાલી રહ્યા હતા. આ ટુર્નામેન્ટ વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ૧૦ ૧૦ ઓવરની રમાઈ હતી. આ ફાઇનલ મુકાબલામાં ઇંડિયન ગ્લેડીયટર્સ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી એ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં ઇન્ડિયન ફાઈટર્સ ટીમે તાબડ તોબ બલ્લેબાજી કરીને માત્ર ૧૦ ઓવરમાં ૩ વિકેટ ના નુકશાને ૧૪૩ રન ખડકી દીધા હતા. તેના જવાબમાં ઇન્ડિયન ગ્લેડીયટર્સ ટીમે માત્ર ૭.૩ ઓવરમાં ૯ વિકેટે ફાઇનલ મેચ જીતીને એક ઈતિહાસ રચી દીધો હતો.
ઇન્ડિયન ગ્લેડીયટર્સ ની ટીમ તરફથી રાજા બાબુ ના ૬0 રન અકાર અવસ્થી ના ૪૨ અને ભીમા ખૂંટી ના ૨૦ રન સામેલ હતા અને સાથે ભીમા ખૂંટીએ એક ડાયરેક્ટ હિટ દ્વારા રન આઉટ પણ કર્યો હતો.
ભીમા ખૂંટી એ ફરી એક વખત પોરબંદર તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે ભારતના સ્ટાર બોલર આર. પી. સિંહના હાથે ભીમા ખૂંટી ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને સાથે ભારત ના સ્ટાર બેટ્સમેન વિનોદ કામ્બલી તથા વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અભય પ્રતાપ સિંહ અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહે પણ ભીમા તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.