સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળોએ CCTV કેમેરા લગાવવા ફરજીયાત
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તેમજ ગુનાહિત પ્રવૃતિઓ થતી અટકાવી શકાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ સહીતનાં સ્થળે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગે જાહેરનામું જારી કરવામાં આવ્યું છે આ જાહેરનામાં મુજબ, (૧) સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા/શહેરમાં આવેલ તમામ ઢાબા, ટી સ્ટોલ, ખાણી પીણીના સ્થળો, આંગડીયા પેઢી, મનોરંજનના તમામ સ્થળો ખાતે હાઈ ડેફિનેશન તથા નાઈટ વિઝનવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જેમાં ઓછામાં ઓછું એક માસનું બેકઅપ રહે તેવા ડી,વી.આર. સાથે લગાવવાના રહેશે (૨) હોટેલ, રેસ્ટોરન્ટો, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, શોપીંગ મોલ/કોમ્પલેક્ષ, હોસ્પિટલ, રેસ્ટહાઉસ, સોનીની દુકાનો, બેંકો, આંગડીયા પેઢી, ઢાબા, ટી-સ્ટોલ, ખાણી પીણીના સ્થળો, ધર્મશાળાઓ મુસાફિરખાના, મનોરંજનના તમામ સ્થળો ખાતે અંદર તથા બહાર બંને પ્રિમાઈસીસ સંપૂર્ણ કવર થાય તે મુજબ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે (૩) ઉપરોક્ત સ્થળો ખાતે રાખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા પૈકી એક સી.સી.ટી.વી. કેમેરો રોડ/રસ્તાની મુવમેન્ટ તથા એન્ટ્રી/એક્ઝિટની જગ્યા સંપૂર્ણપણે આવરી લેવાય તે રીતે લગાવવાની વ્યવસ્થા કરવાની રહેશે આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
