સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે વાર્ષિકોત્સવ વિદાય સમારોહ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર ખાતે વાર્ષિકોત્સવ વિદાય સમારોહ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
સરકારી વિજ્ઞાન કોલેજ વડનગરમાં વાર્ષિકોત્સવ, વિદાય સમારોહ, ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉ. દિલખુશભાઇ પટેલ તેમજ વડનગર એસટી ડેપોના મેનેજરશ્રી અંકિતભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનું શિલ્ડ, પ્રમાણપત્રોથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય ડૉ. પી. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડૉ. આર. કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. વિદાય થયેલા વિદ્યાર્થીઓને ભાવિ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
