ઈડરના કેશરપુરા ખાતે શ્રીમતી સ્તુતિ ચારણ (IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો - At This Time

ઈડરના કેશરપુરા ખાતે શ્રીમતી સ્તુતિ ચારણ (IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


*ઈડરના કેશરપુરા ખાતે શ્રીમતી સ્તુતિ ચારણ (IAS) ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો*
**
શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે સાબરકાંઠા જિલ્લામાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, વાસ્મો, ગાંધીનગર શ્રીમતી સ્તુતિ ચારણ (IAS)ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઈડર તાલુકાના કેશરપુરા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શ્રીમતી સ્તુતિ ચારણ (IAS)એ જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકની શિક્ષણયાત્રાની શરૂઆતને સરકારશ્રી દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે.
શ્રીમતી સ્તુતિ ચારણ (IAS)ને કેશરપુરા ખાતે બાળકોને શિક્ષણ કિટ આપી આંગણવાડીમાં ૧૨, બાલવાટિકામાં ૩૯ અને ધોરણ-1માં ત્રણ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આ સાથે અરોડા ખાતે પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના ઉપયોગો તેમજ સામાજિક ઉથ્યાન જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવ બાદ શ્રીમતી સ્તુતિ ચારણ (IAS)ને એસએમસીના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શ્રીમતી સ્તુતિ ચારણ (IAS)એ શાળાના વિદ્યાર્થી દ્વારા ચાલતા ગ્રીન હાઉસ, હાઇડ્રોપોનિક ખેતી, લાઈબ્રેરી વગેરે મોડેલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી, યુનિટ મેનેજર (વાસ્મો) શ્રી વી.સી રંજન, શિક્ષકગણ, ટ્રષ્ટીગણ,ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
**


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.