3થી 10 વર્ષના બાળકો માટે રૂ.10 અને વયસ્કો માટે રૂ.20 પ્રવેશ ફી, દર સોમવારે બંધ રહેશે
રાજકોટના આજીડેમ પાસે કિસાન ગૌશાળા નજીક 14 કરોડના ખર્ચે 47 એકર ફોરેસ્ટ અર્બન જગ્યામાં રાજ્યનું પ્રથમ રામ વન બનાવવામાં આવ્યું છે. મનપા દ્વારા સાતમ-આઠમના તહેવારો દરમિયાન રાજકોટીયન્સને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલ તહેવારો પૂર્ણ તથા મનપા દ્વારા ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવની યાદીમાં જણાવ્યા અનુસાર 3થી 10 વર્ષના બાળકોની રૂ.10 અને વયસ્કોની રૂ.20 પ્રવેશ ફી વસુલવામાં આવશે. જયારે પ્રત્યેક સોમવારે રામવન બંધ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.