પોરબંદર ટ્રાફિક પોલીસ ધ્વરા અકસ્માતો નિવારવા માટેના જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો યોજાયા. - At This Time

પોરબંદર ટ્રાફિક પોલીસ ધ્વરા અકસ્માતો નિવારવા માટેના જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો યોજાયા.


પોરબંદર શહેરમાં રાણીબાઞ, સુદામા ચોક ખાતે ટ્રાફિક અવરનેશ સેમીનારમાં ગુડસમરીટન યોજનાની કાયદાકીય સમજ આપી

ગોસા(ઘેડ)તા.૦૪/૧૧/૨૦૨૪
પોરબંદર જીલ્લામાં વાહન અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો યોજવા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓએ ટ્રાફિક શાખાને સૂચના આપેલ હતી. જે અનુસાધાને આજ રોજ પોરબંદર શહેરમાં રાણીબાઞ, સુદામા ચોક ખાતે ટ્રાફિક અવરનેશ સેમીનાર કરવામાં આવેલ જેમાં રિક્ષા ચાલકો, ટેકક્ષી ચાલકો તેમજ વાહન ચાલકો ને પોતાનુ વાહન રોડ પર જ્યાં ત્યાં જેમ તેમ ન રાખવાં અને વાહન નિયમ અનુસાર સાઇડ માં પાર્કિંગ કરવા માટે જાણકારી આપી તેમજ માર્ઞ સલામતી માટે અને વાહન અકસ્માત ન સર્જાય તે માટે લોકોને હેલ્મેટ સીટ બેલ્ટ,સેલફોન વાહન ની ઞતિમર્યાદા બાબતે લાયસન્સ, વિમો, પરમીટ વગેરે ડોક્યુમેન્ટ બાબતે, રોગ સાઈડમાં વાહન ન ચલાવવા અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ ગુડસમરીટન યોજના બાબતે કાયદાકીય વિગતવાર માહિતી આપવામાં આવી.અને માર્ઞ સલામતી માટે ના સોનેરી નિયમોની પત્રિકા નું વિતરણ કરવામાં આવેલ.
આ કામગીરી ટ્રાફિક પી.એસ. આઈ. કલ્પનાબેન અઘેરા , એ.એસ.આઈ. બાલુભાઈ બાપોદરા, ટી. આર. બી. ના જવાનો રામ કે. ઓડેદરા, સાગર ગરેજા, જયદીપ મોરી સાહિતનાઓ દ્રારા કરવામાં આવેલ હતી. રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.