અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર પર કડક કાર્યવાહી: પરંતુ બેરલ માર્કેટ ત્રણ રસ્તા પર પોલીસ બેફિકર!
(આપેલ ઈમેજ પ્રતિકાત્મક છે)
અમદાવાદ, 21 માર્ચ 2025 – શહેરમાં ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકો માટે સખત કાર્યવાહીનો દોર શરૂ થયો છે. 22 માર્ચથી અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે FIR નોંધવાની ખાસ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કોઈ વાહનચાલક રોંગ સાઈડમાં ઝડપાશે, તો તેને કોર્ટમાંથી જામીન લેવા પડશે.
આ અભિયાન અમલમાં મૂક્યો હોવા છતાં, ચંડોળા તળાવ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના બેરલ માર્કેટ ત્રણ રસ્તા પર લોકો બિન્દાસ રોંગ સાઈડમાં જતાં જોવા મળે છે. અહીં દિન-પ્રતિદિન ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોવા છતાં, ટીઆરબી અને હોમગાર્ડ જવાનો નમ્રદર્શક બની બેઠા હોય તેવું લાગે છે.
ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ ફક્ત કાગળ પર?
આ વિસ્તાર પર જો નજર કરીએ, તો દિવસ દરમિયાન અનેક વાહનચાલકો રોંગ સાઈડમાં ઊભા રહી બેફિકર પસાર થતાં જોવા મળે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ઘણીવાર 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી જોવા મળે છે, જે ગંભીર દર્દીઓ માટે જીવલેણ પરિસ્થિતિ ઉભી કરી શકે છે.
ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ તરફ ધ્યાન કેમ નથી આપતા?
સવાલ એ ઉઠે છે કે ટ્રાફિક પોલીસ આ ખાસ અભિયાન શહેરના દરેક ખૂણે અમલમાં મૂકી શકશે કે નહીં? જો ખરેખર ટ્રાફિક પોલીસ રોંગ સાઈડ ચાલનારા સામે કાર્યવાહી કરવા માગતી હોય, તો બેરલ માર્કેટ ત્રણ રસ્તા પર સવારે અને સાંજે અધિકારીઓ પોતે હાજર રહી નિરીક્ષણ કરે, જેથી વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકાય.
જો આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે, તો ટ્રાફિક જામની સમસ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે અને નિયમિત વાહનચાલકોને રાહત મળશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ટ્રાફિક ડ્રાઈવ માત્ર જાહેરાત પુરતી સાબિત થશે કે પછી ખરેખર શહેરમાં પરિવર્તન લાવશે!
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
