બરવાળા તાલુકાનો કલામહાકુંભ યોજાયો
ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને બોટાદ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની ઓફિસ દ્રારા આયોજી પ્રતિવર્ષ યોજાતો બરવાળા તાલુકાનો કલામહાકુંભ સંસ્કારભારતી વિદ્યામંદિર બરવાળા ખાતે યોજાયો હતો, કલામહાકુંભમાં તાલુકા કક્ષાની ૧૪ જેટલી સ્પર્ધાઓ 3 વય જૂથમાં યોજાઈ હતી, સ્પર્ધામાં બરવાળા અને તાલુકાની ૧૪ શાળાના 140 વિધાર્થીઓ, કલાકારો,તથા શીક્ષકોએ ભાગ લીધો હતો , દરેક સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થિઓ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે, કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જયપાલસિંહ ઝાલા, જાણીતા ધારાશાસ્ત્રી અર્જુનદેવસિંહ ઝાલા, પ્રદીપભાઇ ખાચર, વિજયભાઇ ડેડાનીયા (તાલુકા ડેલિગેટ) ઉપસ્થિત રહ્યા હતા, વિજેતાઓને કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે ઉપસ્થિત મહાનુભાવો, નિર્ણાયકોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયપાલસિંહ ઝાલા એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આગામી સમયમા બરવાળાનુ નામ રોશન કરે તેવી શભેરછા પાઠવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.