કોર્પોરેટર; લાઇબ્રેરીમાંથી આવક કેટલી થાય છે?, કમિશનર; વાંચનાલય આર્થિક ઉપાર્જન માટે નથી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ylpvdjd59maakkwb/" left="-10"]

કોર્પોરેટર; લાઇબ્રેરીમાંથી આવક કેટલી થાય છે?, કમિશનર; વાંચનાલય આર્થિક ઉપાર્જન માટે નથી


મનપાના જનરલ બોર્ડના પ્રશ્નકાળમાં પ્રજાની સમસ્યાઓ ન આવે તે લહાયમાં તર્ક વગરના પેટા પ્રશ્નથી લોકપ્રશ્નો ટલ્લે.

હરતી​​​​​​​ ફરતી લાઇબ્રેરીના ઉપયોગ પૂછ્યા બાદ વોર્ડ નં. 14ના કોર્પોરેટર ભારતીબેને ચિઠ્ઠીમાં લખેલા પેટા પ્રશ્નો પૂછ્યા.

રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ એ શહેરની પ્રાથમિક સુવિધાઓની સૌથી મોટી નિર્ણાયક શક્તિ છે. આ બોર્ડનો ઉપયોગ શહેરીજનોની સુખાકારી માટે તેમજ પડતી સમસ્યાઓની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે હોય છે પણ શાસકો આ બોર્ડના પ્રશ્નકાળને નિરર્થક બનાવી રહ્યા છે. પ્રશ્નકાળમાં લોકોની સમસ્યા લઈને તંત્રને આડે હાથ લેવાને બદલે અર્થવિહીન પ્રશ્નો પૂછી સમય બગાડાય છે પણ તેની પરાકાષ્ઠા ગુરુવારના બોર્ડમા જોવા મળી હતી જેમાં પહેલો પ્રશ્ન અર્થવિહીન હતો પણ તેના પેટામાં નગરસેવકે લાઇબ્રેરીની આવક પૂછી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]