ગુજરાત ના આણંદ માં બર્થડે પાર્ટીમાં દારૂની મજા સજામાં ફેરવાઈ ગઈ - At This Time

ગુજરાત ના આણંદ માં બર્થડે પાર્ટીમાં દારૂની મજા સજામાં ફેરવાઈ ગઈ


ફાર્મ હાઉસ ભાડે રાખી 25 યંગસ્ટર્સ દારૂની મજા માણી રહ્યા હતા, ત્યાં અચાનક પોલીસ ઘૂસીને તમામને જેલ ભેગા કર્યા અને દારૂની બોટલો જપ્ત કરી હતી. ગુજરાતના યુવાનોમાં દારૂનું વ્યસન જોર પકડી રહ્યું છે તે લોકો નશો કરતા સહેજ પણ શરમાતા નથી .યુવક યુવતીઓને કાયદાઓનો પણ ડર રહ્યો નથી. વડોદરા જિલ્લાની સરહદને અડીને આવેલા આંકલવના ફાર્મ હાઉસ માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે બદનામ થઈ રહ્યા છે. આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીન ટોન વિલા ફાર્મ ખાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 25 નબીરાને પકડી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થઈ ગયો હતો આ અંગે પોલીસે કાર્યવાહી કરતા વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઈલ, કાર, ટુ વ્હીલર આમ સહિત કુલ રૂપિયા 11.80 લાખનો માલ મુદ્દો જપ્ત કર્યો હતો. આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે નવાખલ ગામે આવેલા મૃગેશ શાહના ગ્રીન ટોન વિલા ફાર્મ બંગલા નંબર 2 માં કેટલાક યુવક યુવતીઓ ભેગા થઈ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં ઇંગ્લિશ દારૂની છોડો ઉડી રહી છે આ બાતમીને આધારે આંકલાવ પોલીસે પંચો ને સાથે રાખી દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી નવાખલ ગામે પહોંચી હતી. બાદમાં થોડે દૂર વાહનો થોભાવી ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. જોકે ફાર્મ હાઉસ નો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદર પહોંચેલી પોલીસ બાદમાં બંગલા નંબર 2 સુધી પહોંચી હતી જ્યાં 15 યુવક અને દસ યુવતીઓ હતા. આ તમામ 25 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું. મહેફિલ માણતા કોણ કોણ પકડાયું?
સાગર સુનિલ જયંતીલાલ શાહ
મુકેશ રમેશ પ્રાગજી પ્રજાપતિ
સોમેશ બદરી લાલ ઉદય લાલ તૈલી
વરૂણ દિનેશ ચીમનલાલ પટેલ
ક્ષિતિજ શૈલેન્દ્ર નારાયણ રાય
ઓમ તેજલ મહેશ પટેલ
આદિત્ય ભાનુ અરવિંદ પુરોહિત
દિપક રાણા જીવન ભરવાડ
અજય નટવર ચિતાભાઈ મકવાણા
રોહન હિતેશ જયંતીલાલ મોચી
પાર્થ કિશોર રેવાચંદ મુલાણી
હર્ષિત શિવપ્રસાદ ભાલેરાવ લંકે
કર્તવ્ય પરેશ રાજેન્દ્ર પ્રસાદ મહેતા
શિવમ વિનોદ રાજેન્દ્ર રાય
મૃગેશ શાહ
આમ કુલ મળી 25 યુવક યુવતીઓ નશા નો આનંદ માણતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon