આજે સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય શિહોર ખાતે રાષ્ટ્રીય કૃષિ વિરોધી દિનની ઉજવણી કરવામાં આવી
10 ડિસેમ્બર રાષ્ટ્રીય કૃમિ વિરોધી દિનની ઉજવણી સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય- સિહોર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ ના ડોક્ટર, નર્સો, આશાવર્કર, સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમરાખવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ફાધર વિનોદે સર્વનું સ્વાગત કર્યુ હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકોના આંતરડાંમાં કૃમિ સંક્રમણના કારણે બાળકો કુપોષણના શિકાર બને છે. અને તેમના શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે. 1 વર્ષથી 19 વર્ષના બાળકો તેનો ભોગ બને છે. થાક લાગે છે. પરિણામે બાળકોનો શારિરીક માનસિક વિકાસ પણ સંપૂર્ણ થતો નથી. કૃમિને કરમિયા, ચરચિયા, કીડા, કરમ વગેરે નામોથી ઓળખાય છે. કૃમિના પ્રકારો- હુકવોર્મ, રાઉન્ડ વોર્મ, સ્ટોન ઈલોઈડ વગેરે છે. કૃમિથી શુ નુકસાન થાય, કૃમિનો ચેપ લાગ્યો હોય તો કેવીરીતે ખબર પડે, કૃમિથી બચવા શુ કરવુ જોઈએ. વગેરે ની માહિતી આપી હતી. બધા વિદ્યાર્થીઓને કૃમિની દવા આપી હતી. ધો-1 થી ધો-12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતે આચાર્યશ્રીએ આભાર માન્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણે સહયોગ આપી સફળ બનાવ્યો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.