કુસુમ યોજના હેઠળ 600 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરાશે
રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર સહિત આઠ જિલ્લામાં PGVCL સોલાર પ્લાન્ટ નાખશે અને વીજઉત્પાદન કરશે.
પીજીવીસીએલ દ્વારા કુસુમ યોજના હેઠળ 600 મેગાવોટ સોલાર વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. યોજના હેઠળ 66 કેવી સબ સ્ટેશનમાંથી નીકળતા સિલેક્ટેડ ખેતીવાડી ફીડરનું જૂથ બનાવીને 1થી 4 મેગાવોટની મર્યાદામાં સોલાર પાવર પ્લાન્ટ જે-તે વિસ્તારના આશરે 5 કિ.મી.ની મર્યાદામાં બનાવવા માટેનું આયોજન કરાયું છે, જેના અનુસંધાને પ્રથમ તબક્કામાં આવા કુલ 55 પ્લાન્ટ બનાવવા માટેની પ્રક્રિયા પીજીવીસીએલે શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.