ધંધુકા રેફરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.કુંતલબેન પટેલ દ્વારા સમર્પણ વિદ્યાલય ના બાળકોને દાંત વિશે માહિતગાર કરાયા.
ધંધુકા રેફરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.કુંતલબેન પટેલ દ્વારા સમર્પણ વિદ્યાલય ના બાળકોને દાંત વિશે માહિતગાર કરાયા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની સમર્પણ વિદ્યાલય ખાતે આચાર્યા શ્રી હેતલબેન ના આમંત્રણ થકી ધંધૂકા રેફરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.કુંતલબેન પટેલ દ્વારા ખૂબ સરસ આરોગ્યસંભાળ વિષયક વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.. દાંતના સર્જન ડો.કુંતલ એ વિદ્યાર્થીઓ ને
દાંત સંભાળ ના વિષય માં ખુબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા યોજાતા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમના સર્વેક્ષણ મુજબ શાળાએ જતા બાળકોમાં (૪ થી ૧૨ વર્ષ)માં ૭૦ થી ૮૦ % બાળકો દાંતના રોગોથી પીડાય છે. જેમાં મુખ્ય રોગ દાંતનો સડો હોય છે.
બાળક થોડુક સમજણુ થાય ત્યારથી જ તેના દાંતને બ્રશ કરવાનું શરુ કરી દેવું જોઈએ.
દાંત સાથે ચોટી જાય તેવી ચીકણી ખાવાની વસ્તુઓ જેમ કે ચોકલેટ, ગોળ, મીઠાઈ વગેરે પર નિયંત્રણ રાખો. રાત્રે જમ્યા પછી કયારેય આવી ચીકણી ખાવાની વસ્તુઓ બાળકોને ખાવા આપશો નહિ.
દરરોજ સવારે અને રાત્રે સુતા પહેલા બાળકને ફરજીયાત બ્રશ કરાવુ જોઈએ રાત્રે સુતા પહેલા દાંતની સફાઈની વધારે અગત્યતા છે. અને ડો.કુંતલબેન પટેલે વ્યસન મુક્ત વિશે જણાવ્યું હતું કે બાળકો તથા માતા-પિતા કે ભાઈ દાદા વ્યસન કરનાર વ્યકતિ ધીરે ધીરે કંગાળ બની જતા હોય છે જેઓ પૈસે ટકે ની સાથે સાથે પોતાનુ શરીર પણ થકવી નાંખતા હોય છે. કોઈ પણ પ્રકારનું વ્યસન એ દરેક ના તન,મન,ધન ને બરબાદ કરવાનું શસ્ત્ર છે.કોઈ દુશ્મનો કોઈના પર સીધો હુમલો નથી કરતા પણ તેઓને વ્યસન ની લતે ચડાવે છે પછી તે વગર હુમલો કર્યે જીવ તે જીવ મરી પરવારતો હોય છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
