સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈને કોંગ્રેસે નવતર વિરોધ કર્યો હતો
સાવરકુંડલાના ગ્રામીણ માર્ગોને લઈને કોંગ્રેસે નવતર વિરોધ કર્યો હતો
ગામડાના સ્થાનિકો કોંગ્રેસના વિરોધ કાર્યક્રમ માં જોડાયા હતા.
સાવરકુંડલા તાલુકાના પીયાવા-ધાર ના રોડ રસ્તા માટે તત્કાલીન ધારાસભ્ય પ્રતાપ દુધાત ના સમયકાળ વર્ષ 2022માં તા. ૨૫/૦૨/૨૦૨૨ માં મંજુર થઇ અને જોબ નંબર મળ્યા બાદ તે સમયે પૂર્વ ધારાસભ્ય શ્રી દ્વારા ખાત મુહર્ત કર્યા બાદ તેમના સમયકાળ પૂર્ણ થતા અને ચુંટણી આવતા હાલના વર્તમાન ધારાસભ્ય શ્રી દ્વારા પણ તેમનું ખાતમૂહર્ત કરવામાં આવેલ હતું ,પણ આ ડબલ એન્જીન સરકાર નાં નવા આવેલ પાઈલોટ દ્વારા આજદિન સુધી પૂર્ણ કરવાની જવાબદારી નિભાવી શક્યા નથી અને તેમની સાથોસાથ વહીવટી તંત્ર,સરકાર પણ આવા પોતાને જસ મળે તેમ નાં હોય તેવા કામો ખોરંભે પાડી રહ્યા છે ત્યારે આ સરકાર ને માત્ર ને માત્ર ત્રિકમ ઉપાડી ને ફોટોસુટ કરી આમ જનતા ને અંતે ભગવાન નાં ભરોસે મુકવામાં આવી રહ્યા છે ત્યારે ધાર ગામના કોંગ્રેસ અગ્રણી અને તાલુકા પંચાયત ના સદસ્ય ના પતિ શ્રી વિનુભાઈ ગુંદરણીયા ની આગેવાની હેઠળ અને પૂર્વ ધારાસભ્ય શ્રી નાં માર્ગદર્શન મુજબ ગતિશીલ અને ડબલ એન્જીન સરકાર ના વર્તમાન પાઈલોટ ધારાસભ્ય ને જગાડવા માટે સત્યનારાયણ ભગવાન ની કથા કરવામાં આવી
અને સત્ય નારાયણ ભગવાન ને પ્રાર્થના કરી અને તેમના ચરણો માં અરજ કરવામાં આવી તેમજ લગ્ન લગ્ન કુવારા એવા આ ધાર-પીયાવા રોડ પુજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ધાર અને પીયાવા ગામ નાં ગ્રામ જનો અને આગેવાનો માં માવજીભાઈ ખીચડીયા, કાળુભાઈ ડાવરા, ધીરુભાઈ મુંજપરા અજીતભાઈ બોરીચા, કરશનભાઈ ચાંચડ, કાળુભાઈ ઉચદડિયા, રાવજીભાઈ લાખાણી, રાજુભાઈ કાનમિયા, દકુભાઈ બાલધા સાથે તાલુકા પંચાયત સદસ્ય શ્રી વિનુભાઇ ગુંદરણિયા પૂર્વ ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી નરેશભાઈ દેવાણી,પૂર્વ ચેરમેનશ્રી ભરતભાઈ ગીડા,પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હાર્દિકભાઈ કાનાણી, જીલ્લા સેવાદળ પ્રમુખશ્રી અશ્વિનભાઈ ધામેલીયા, તાલુકા પંચાયત વિપક્ષ નેતાશ્રી જસુભાઈ ખુમાણ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ગોરધનભાઈ રાદડિયા, દિપકભાઈ સભાયા શિવરાજભાઇ ખુમાણ હાજર રહ્યા હતા,
આમ વર્ષો પહેલા અને તે સમયના તત્કાલીન ધારાસભ્યશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨ માંઅને તારીખ ૨૫/૦૫/૨૦૨૨ ના મંજુર કરી અને તેમના જોબ નંબર લઈને આવ્યા બાદ પણ વર્તમાન ધારાસભ્ય ની તે કામ પૂર્ણ કરવાની જવાબદારી હોવા છતાં પણ આજદિન સુધી આ રોડ પૂર્ણ થવામાં નથી, ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત ના માર્ગદર્શન મુબજ આ આ લ્ગ્ન્રે લગ્ને કુવારા આ રોડ ને પૂર્ણ થાય તે માટે અંતે તમામ કોંગી આગેવાનો અને બંને ગામના આગેવાનો દ્વારા અંતે ભગવાન સત્ય નારાયણ ના ચરણો માં જઈને અરજ કરી અને કથા તેમજ આરતી પૂંજન અને રામ ધૂન દ્વારા તંત્ર અને સરકાર તેમજ વર્તમાન ધારાસભ્ય શ્રીને તેમની નિદ્રા માંથી ઉઠાડવા નો નવતર પ્રયોગ કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.