રાજકોટમાં વેપારીએ દુકાનમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજકોટમાં વેપારીએ દુકાનમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું


રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડીસ્પોઝોબલ વસ્તુની દુકાન ધરાવતા પ્રકાશભાઈ સાગઠીયાનામના વેપારીએ પોતાની દુકાનમાંજ અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં બી.ડી.વીઝન પોલીસનો સ્ટાફ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર રણછોડદાસ આશ્રમ પાસે રોહીદાસ પરામાં રહેતાં પ્રકાશભાઈ વાઘજીભાઈ સાગઠીયા (ઉ.વ.48) આજે વ્હેલી સવારે 80 ફૂટ રોડ પર આવેલ પોતાની કિરણ પ્લાસ્ટીક નામની દુકાને અગમ્ય કારણોસર છતના એંગલમાં ચુંદડી બાંધી ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ પરિવારને થતાં તાત્કાલીક દોડી ગયો હતો. અને આંક્રદ મચાવ્યો હતો.પરીવારે 108 અને પોલીસને જાણ કરતાં ઈ.એમ.ટી.એ પ્રકાશભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતાં.
અને પોલીસે પંચરોજ કામ કરી મૃતદેહને પી.એમ.માં સીવીલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી વધુમાં મૃતક પરીવારજનો એ જણાવ્યું હતું કે ગતરોજ સાંજે પ્રકાશભાઈ ઘરે આવ્યા બાદ દુકાને જાવ છું. તેમ કહી નિકળ્યા હતાં જે બાદ આખી રાત ઘરે આવ્યા ન હતો.જેથી આજે સવારે મૃતકના ભત્રીજા પ્રદિપભાઈ એ તેની દુકાને જોઈ તપાસ કરતાં પ્રકાશભાઈ લટકેલી હાલતમાં જોવા મળ્યા હતો અને આપઘાત કરવા અંગે પરીવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. વધુમાં મૃતક પાંચ ભાઈ બહેનમાં નાના અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »