ભરૂચ: NTPC ઝનોર ગંધાર કંપની દ્વારા CSR પ્રોગ્રામ સહાય હેઠળ JSS ભરૂચ દ્વારા સામલોદ ખાતે સ્કીલ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરાયું - At This Time

ભરૂચ: NTPC ઝનોર ગંધાર કંપની દ્વારા CSR પ્રોગ્રામ સહાય હેઠળ JSS ભરૂચ દ્વારા સામલોદ ખાતે સ્કીલ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરાયું


ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસીકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ્ સંસ્થાન, ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાનાં સામલોદ ગામે સ્કીલ તાલીમ કેન્દ્રની શરૂઆત કરી બહેનો માટે “આસીસ્ટન્ટ ડ્રેસ મેકર” ની તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. NTPCનાં ડોલીબેન ગાંગોલે દ્વારા સહુનું સ્વાગત કરી મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થીત એનટીપીસી ઝનોર-ગાંધારનાં જનરલ મેનેજરશ્રી અજય સીંઘલે બહેનોને મળેલ આ તકને ઝડપી પોતે આત્મનિર્ભર બનવા સજ્જ થવું પડશે તેમ જણાવ્યુ હતું જ્યારે એનટીપીસીનાં એચ.આર.મેનેજર વિજ્યાલક્ષ્મી મુરલીધરન દ્વારા બહેનોએ તાલીમ લીધા બાદ પોતાનું સ્વસહાય જુથ બનાવી પોતાની આગવી ઓળખ ઉભી કરી સ્વમાનભેર જીવન વ્યતીત કરવા જણાવ્યુ હતુ. તો ગામનાં ઉત્સાહી સરપંચશ્રી મહાવીરસીંહ વાંસદીયા દ્વારા આ પ્રોજેકટ માટે પુરા પડાયેલ નવા સીલાઈ મશીન અને અન્ય સુવિધા માટે એનટીપીસી કંપનીનો આભાર વ્યકત કરયો હતો અને જેએસએસ દ્વારા સરકારનાં ધારાધોરણ મુજબ આયોજીત આ સ્કીલ તાલીમ પ્રાપ્ત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં આત્મ નિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી હતી.
JSS ના નિયામક જૈનુલ સૈયદ દ્વારા બહેનો સાથે તાલીમ કાર્યક્રમ અને તેની રૂપરેખા વિશે વિસ્તૃત ચર્ચા કરી શિસ્ત અને અનુશાસન પૂર્વક તાલીમ પ્રાપ્ત કરવા જણાવ્યુ હતું તેમણે વધુમાં જણાવ્યુ હતુ, કે સંસ્થાનાં પ્રશિક્ષક સારીકાબેન પ્રજાપતી અભ્યાસક્રમ મુજબ સાઈન્ટીફીકલી તાલીમ આપશે જેથી થીયરી અને પ્રેકટીકલ બન્ને બાબતો બહેનો ધ્યાનપુર્વક ગ્રહણ કરે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોનાં હસ્તે ૧૦નંગ સીલાઈ મશીન તેમજ તાલીમાર્થીઓને કિટ-જનરલ વગેરે અર્પણ કરાયા હતા, કાર્યક્રમમાં ગામનાં ઉપ-સરપંચ કિરણભાઈ ઠાકોર તથા આગેવાન રાકેશભાઈ પટેલ તેમજ એનટીપીસી અને જેએસએસનાં સ્ટાફ સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

સોહેલ મન્સુરી,ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.