સોનેથ ગામે PMAYમાં સર્વે થયેલ નામો અપલોડ કરવા અને વંચિત રહેલ લાભાર્થીઓનું સર્વે પૂર્ણ કરવા બાબતે આવેદનપત્ર અપાયું
સુઈગામ તાલુકાના સોનેથ ગ્રામજનો દ્વારા આજે સુઈગામ પ્રાંત કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી ને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાલતા સર્વેને લઈ આવેદન પત્ર આપ્યું હતું, આવેદનપત્રમાં જણાવાયું હતું કે સરકારશ્રી દ્વારા હાલમાં ચાલી રહેલ પ્રધાન મંત્રી આવાસ યોજનાના સર્વે માં જેતે અધિકારી દવારા સર્વે કરવામાં આવી રહેલ છે જેમાં ઘણા ખરા લાભાર્થીઓ હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વે થી વંચિત રહી ગયેલ છે જેમાં ગામના ઘણા સાચા અને ખરા લાભાર્થિઓ હજુ બાકી છે અને તેમનો કોઈ પણ પ્રકારનો આજ દીન સુધીમાં કોઈ લાભ મળેલ નથી અને તે સંપુર્ણ ક્રાયટેરીયામાં આવે છે અને સાચા અને ખરા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે જેઓનો સર્વે કરવામાં આવેલ નથી તો આ તમામ લાભાર્થિઓને યોગ્ય ન્યાય મળે અને લાભાર્થિ નામો દાખલ થાય તેમજ ગામમાં જે સર્વે કરવામાં આવેલ છે તેમાંથી નામો ઓનલાઈન અપલોડ પણ કરવામાં આવેલ નથી અને અમુક નામ અપલોડ કરવામાં આવેલ છે અને બીજા ઘણા નામો અપલોડ કરવામાં આવેલ નથી તો અમારી આ અરજી ધ્યાને લઇ સર્વેથયેલ નામોને અપલોડ કરવા વિનંતી. અમો ગ્રામ જનોએ તલાટીને મૌખીક પુછતાં તેઓએ જણાવેલ કે સર્વે કામગીરી પુર્ણ થયેલ છે.તો થોડો સમય વધારીને કાયટેરીયામાં આવતા લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
