**દિકરીને ન્યાય મળે તે માટે"ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ" દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે અને ગાંધી ચિંધ્યા માર્ગે ધારણા કાર્યક્રમ યોજાયો ** - At This Time

**દિકરીને ન્યાય મળે તે માટે”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ” દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે અને ગાંધી ચિંધ્યા માર્ગે ધારણા કાર્યક્રમ યોજાયો **


દાહોદ
*દિકરીને ન્યાય મળે તે માટે"ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ" દ્વારા 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે અને ગાંધી ચિંધ્યા માર્ગે ધારણા કાર્યક્રમ યોજાયો **

દાહોદના સિંગવડ તાલુકામા ૬ વર્ષીય નાની દીકરી જેને ભાજપ અને RSS સાથે જોડાયેલ નરાધમ આચાર્ય દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી તેના વિરોધમાં *2 ઓક્ટોબર ગાંધી જયંતી ના દિવસે અને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત સેવાદળ દ્વારા સવારે 10:00 વાગ્યા થી બપોરે 3:00 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ દાહોદ નગરપાલિકા સેવા સદન સામે, દાહોદ તા. જી. દાહોદ* ખાતે ગુજરાત કોંગ્રેસ સેવા દલના પ્રમુખ શ્રીમતી પ્રગતિબેન આહીર અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવા દલ ના પ્રમુખ શ્રી શૈલેષ મેડાની અગુવાહીમા રાખવામાં આવ્યુ હતું જેમા દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદેદ્દારો, માજી સાંસદશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાની ચૂંટણી લડેલ તમામ ઉમેદવારશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયત સીટના સભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયત લડેલ તમામ ઉમેદવારશ્રીઓ, તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રીઓ, તમામ કાઉન્સિલરશ્રીઓ અને કોઉન્સિલરની ચૂંટણી લડેલ ઉમેદવારશ્રીઓ, પ્રદેશ સમિતિના તમામ હોદેદારશ્રીઓ, ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓઅને હોદેદાર શ્રીઓ તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસના તમામ જિલ્લા અને તાલુકા પંચાયતસીટના સંયોજક શ્રીઓ / સ -સંયોજકશ્રીઓ પ્રભારીશ્રીઓ, વરિષ્ટ આગેવાનો, વરિષ્ટ હોદ્દેદારોઓ નેતાઓ અને કાર્યકર્તાઓને આ માસુમ બાળકી ને ન્યાય મળે તે માટે સહભાગી થવા ઉપસ્થિત રહયા હતા
સેવા દળના તમામ સૈનિકોએ સંપૂર્ણ ગણવેશમાં અને પોતાની ટીમો સાથે અચૂકપણે હાજર રહી ધરણા પ્રદર્શન કરીને દિકરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.