પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ
જસદણના દોલતપરમાં મોબાઈલ બાબતે પતિએ ઠપકો આપતાં પત્નિએ ઝેર ગગટાવ્યું
પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના દોલતપર ગામમા પરિવાર સાથે મજૂરી અર્થે આવેલી પરિણીતા મોબાઇલમાં મશગુલ હતી તે દરમિયાન પતિએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતા તેણીને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના દોલતપર ગામે રહેતા જીતેન્દ્રભાઈ દામજીભાઈ ભુવાની વાડીએ મજૂરી અર્થે આવેલા પરિવારની બીનાબેન રાજુભાઈ ભીલ નામની 35 વર્ષની પરિણીતા સાંજના છએક વાગ્યાના અરસામાં વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. તેણીની ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરતા આટકોટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર બીનાબેન ભીલ મૂળ મધ્યપ્રદેશની વતની છે. તેણીને સંતાનમાં ત્રણ પુત્ર છે. તેણી મોબાઇલમાં મશગુલ હતી ત્યારે તેના પતિ રાજુભાઈ ભીલે જમવાનું કેમ નથી બનાવ્યું તે બાબતે ઠપકો આપ્યો હતો. જેથી પતિના ઠપકાથી માઠુ લાગી આવતા બીનાબેન ભીલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.