રાજકોટમાં ‘મીની કમલમ'ની મુલાકાત લેતા પાટીલજી, કાર્યાલય નિહાળી થયા અભિભુત - At This Time

રાજકોટમાં ‘મીની કમલમ’ની મુલાકાત લેતા પાટીલજી, કાર્યાલય નિહાળી થયા અભિભુત


રાજકોટઃ શહેર ભાજપ દ્વારા શીતલ પાર્ક,બીઆરટીએસ  બસ સ્‍ટોપ સામે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે  આકાર લઇ રહેલા નવા કાર્યાલય ‘મીની કમલમ'ની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્‍યાન ‘મીની કમલમ' કાર્યાલય નિહાળી પાટીલજી અભીભૂત થયા હતા.રાજકોટ અને સૌરાષ્‍ટ્ર ઝોનનું અદ્યતન કાર્યાલય બનવા જઇ રહ્યુ છે. રાજકોટએ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યુ છે ત્‍યારે વર્ષો પહેલા એક નાની ઓરડીથી શરૂ થયેલ ભાજપ કાર્યાલય આજે એક વિશાળ જગ્‍યા એટલે કે ૨૨૮૮ વારની જગ્‍યા પર અદ્યતન અને અંત્‍યાધુનિક સુવિધાસભર રીતે આકાર લઇ રહ્યુ છે તેનો આનંદ છે તેમ જણાવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શહેર ભાજપ  દ્વારા દેશનું સૌથી મોટુ અને નમૂનારૂપ શહેર અને ઝોન કાર્યાલય બનવા જઇ રહ્યુ છે ત્‍યારે ટીમ ભાજપને શુભેચ્‍છા પાઠવેલ હતી.આ મુલાકાત સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, મેયર ડો. પ્રદીપ ડવ, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા અને આ નવા કાર્યાલય અંગે બાંધકામ સહીતની વિસ્‍તૃત માહિતી પુષ્‍કર પટેલએ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon