નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી - At This Time

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી


નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા. 05/09/2024 ના રોજ શ્રી કે. કે. હાઈસ્કૂલમાં "સ્વયં શિક્ષક દિન"ની ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વયં શિક્ષણના ભાગરૂપે શૈક્ષણિક તેમજ સંપૂર્ણ શાળાની કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા સંભાળવામાં આવી હતી. ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભટ્ટી ભાર્ગવે આચાર્યની જવાબદારી નિભાવી હતી. તેમજ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતાં મકવાણા પ્રિયાંશી બેને સાયન્સ વિભાગમાં, ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા ખુમાણ કેસરબેને કોમર્સ વિભાગમાં તેમજ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતા ગઢીયા હેમાંગભાઇએ આર્ટસ વિભાગમાં તેમજ માધ્યમિક વિભાગમાંથી કાછડ પલક અને કાછડ અવનીએ સુપરવાઇઝર તરીકેની જવાબદારી નિભાવી હતી. શૈક્ષણિક કામગીરી રૂપે આજે શિક્ષક બનેલા વિદ્યાર્થી ભાઈ/બહેનોએ વર્ગખંડમાં ખૂબ જ ઉત્સાહ સાથે શૈક્ષણિક અભ્યાસ કરાવ્યો હતો. છેલ્લા બે તાસ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાના પ્રતિભાવો રજૂ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત વિષય અંતર્ગત કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરતા પરમાર તૃષ્ટિબેન અને ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા જાદવ ધ્રુવીશા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આજે શિક્ષક બનેલા વિદ્યાર્થી ભાઈ/બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમજ સુપરવાઇઝરશ્રીઓએ તથા આચાર્યશ્રી બનેલા ભટ્ટી ભાર્ગવે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા ગુજરાતી વિષયના શિક્ષક શ્રી રફીકભાઈ ભોરણીયાએ સર્વે વિદ્યાર્થીશિક્ષકોની રસપૂર્વકની અભ્યાસ આવડને બિરદાવી હતી.અંતમાં શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ ગુજરીયા સાહેબે ડૉ. રાધાકૃષ્ણને યાદ કરી, શિક્ષણમાં તેમની બહુમૂલ્ય સેવાઓને રજુ કરી હતી. કાર્યક્રમને અંતે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની મકવાણા સાંજના દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળા તરફથી સ્વયં શિક્ષણ દિનમાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે બોલપેન ભેટ આપવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફના યોગ્ય સહકારથી સફળ રીતે સ્વયં શિક્ષણ દિનની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.