છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપી એડવોકેટ પર હુમલો - At This Time

છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખવાની ધમકી આપી એડવોકેટ પર હુમલો


કાલાવડ રોડ પર હરિહર સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મુલચંદભાઇકોટક (લુવાણા) (ઉ.વ.52)એ લક્ષ્મીવાડીના અનવર વજીદ પઠાણ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે કલમ 323,504,506(2) હેઠળ કાર્યવાહી કરી હતી.
રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહુ છુ અને વકીલાતની પ્રેકટીસ કરૂ છુ અને મારી સાથે કોર્ટ મા પરચૂરણ કામ કરતા રફીકભાઈ અલીમહમદ બુખારી(રહે.સોમનાથ -3 શેરી નં.4 કિસ્મતનગર)રહે છે.ત્યારે તા.02/09 ના રોજ સાંજના સમયે હુ આ રફીફભાઈ બુખારીના ઘરે મુકવા માટે મારી એક્ટીવા લઈને ગયેલ હતો અને આ રફીકભાઈ પોતાના ઘરે જમી લીધા બાદ ડેલીને તાળુ મારતા હતા અને હું મારા એકટીવા પાસે હતો.
ત્યારે આ રફીકભાઈ ના જમાઈ અનવર વજીદભાઈ પઠાણ તથા તેની સાથે એક બીજોભાઈ હતો.આ બન્ને જણા કાળા કલરનુ એકટીવા લઈને આવેલ અને મને કહેલ કે તને શુ તક્લીફ છે તેમ કહી મને ગાળો આપવા લાગ્યા હતા.
જેથી મે ગાળો દેવાની ના પાડતા આ અનવર ઉશ્કેરાય ગયો અને મને ગાલ પર ઝાપટો મારવા લાગ્યા હતા.જેથી આ અનવર સાથે રહેલો અજાણ્યો ભાઇ અનવરને ઝઘડો નહિ કરવા માટે સમજાવતો હતો અને વચ્ચે પડી અમને છોડાવતો હતો તેમ છતા આ અનવર સમજ્યો નહિ અને મને ગાલ પર ઝાપટ મારતા મારા ચશ્મા નીચે પડી ગયેલ હતા અને બાદ આ અનવરે મને ધમકી આપેલ કે હજી બીજા પાંચ જણા લઇને આવીસ અને તને પેટમા છરી ઝીંકી આતરડા બહાર કાઢીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હોય જેથી હુ તથા રફીક ભાઇ મારૂ મોટરસાયકલ લઇ ત્યાથી નિકળી ગયો હતો.
આ બનાવ બનવાનુ કારણ એવું છે કે,અનવર પઠાણ ના પત્ની સકીનાબેન રીસામણે તેના પિતાજી રફીકભાઇ ના ઘરે રીસામણે હોય જેની કોર્ટમા ડોમેસ્ટિક વાયોલંસ ની ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આ અનવર પઠાણે હુમલો કર્યો હતો.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.