પ્રાંતિજ અવરઓન વિધાવિહાર સ્કુલ ખાતે સાયન્સ અને મેથ્સ લેબ નુ ઉદ્ઘાટન કરવામા આવ્યું - At This Time

પ્રાંતિજ અવરઓન વિધાવિહાર સ્કુલ ખાતે સાયન્સ અને મેથ્સ લેબ નુ ઉદ્ઘાટન કરવામા આવ્યું


પ્રાંતિજ અવરઓન વિધાવિહાર સ્કુલ ખાતે સાયન્સ અને મેથ્સ લેબ નુ ઉદ્ઘાટન કરવામા આવ્યું
- ટ્રસ્ટી સી.સી.શેઠ તથા પ્રેસિડેન્ટ પ્રફુલ્લ અમીન ના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ
- આમંત્રિત મહેમાનો , સંસ્થા ના મંત્રી , સભ્યો સહિત વાલીઓ શિક્ષકો વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા
પ્રાંતિજ તા.૧૯|૨|૨૦૨૫
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ અવરઓન વિધાવિહાર સ્કુલ ખાતે સાયન્સ અને મેથ્સ લેબ નુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ.

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી અવરઓન વિધાવિહાર સ્કુલ ખાતે શાળા મા અભ્યાસ કરતા શાળાના બાળકો માટે તૈયાર કરવામા આવેલ સાયન્સ અને મેથ્સ લેબ નુ ઉદ્ઘાટન પ્રસંગે પ્રાર્થના થી સમગ્ર વાતાવરણ ભક્તિ મય થયું હતું. ત્યાર બાદ વિદ્યા વિહાર ના આચાર્ય એ શાબ્દિક સ્વાગત કરી શાળા નો પરિચય આપ્યો હતો ત્યાર બાદ આમંત્રિત મહેમાનો એ દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ને સંસ્થા વતી બુકે આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે મંડળ ના ટ્રસ્ટી સી.સી.શેઠ તથા પ્રેસિડેન્ટ પ્રફુલ્લ અમીન ના વરદ હસ્તે વિધાર્થીઓ માટે ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. ઉદ્ધાટક સી.સી.શેઠે વિક્રમ સારાભાઈ પરિવાર દ્વારા સમાજ માટે અપાયેલ યોગદાન તથા દેશ માટે વિજ્ઞાન અને સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો એમણે અવર ઑન વિદ્યાવિહારમાં સ્થપાયેલ સાયન્સ લેબ ગામનાં તથા સમગ્ર તાલુકાનાં બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એમ કહ્યું હતું વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ અને વાહના પ્રેસિડેન્ટ પ્રફુલ્લ અમીને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને વિજ્ઞાન તરફ આકર્ષાય એ માટે સંસ્થા દ્વારા તમામ સહયોગ પૂરો પાડવાની વાત કરી હતી તો સાયન્સ અને મેથ્સ લેબ બનતા વિધાર્થીઓમા પણ ખુશી જોવા મળી હતી અને ગણિત-વિજ્ઞાન સહિત ની તૈયારીઓ કરતા વિધાર્થીઓ માટે તથા તાલુકાના વિધાર્થીઓ માટે આર્શીવાદ રૂપ બની રહેશે આ પ્રસંગે મહેન્દ્ર ભાઇ ભટ્ટ , સંસ્થા ના મંત્રી રઇશભાઇ કસ્બાતી , ભરતભાઈ ફડીયા , નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , જયંતિભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન યાજ્ઞિક ભાઇ ,રેશમાબેન તથા નાહેદાબેન દ્રારા કરવામા આવ્યુ હતુ તો શાળા ના આચાર્ય પરેશભાઇ પરમાર , શાળા સ્ટાફ , વાલીઓ , વિધાર્થીઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image