સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત: ગારિયાધાર, જેસર, મહુવા તાલુકામાં અતિવૃષ્ટિના લીધે ખેતી પાકોને થયેલું ભારે નુકશાન - At This Time

સહાય પેકેજ જાહેર કરવા રજૂઆત: ગારિયાધાર, જેસર, મહુવા તાલુકામાં અતિવૃષ્ટિના લીધે ખેતી પાકોને થયેલું ભારે નુકશાન


ગારિયાધાર, જેસર, મહુવા પંથકમાં અતિવૃષ્ટિ વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે ત્યારે અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાય છે.

તાજેતરમાં નવરાત્રી તહેવારો દરમિયાન લોકસભા મતવિસ્તારના ભાવનગર જિલ્લાના ગારિયાધાર, મહુવા, જેસર તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડેલ છે જેના કારણે આ ત્રણેય તાલુકાનાં ગામડામાં ખેડૂતોના ખેતી પાકો જેવા કે કપાસ મગફળી, સોયાબીન, તલ, કઠોળ વગેરે પાકો ઉપરાંત બાગાયતી પાકો અને ઘાસચારાને ભારે નુકસાન થયેલ છે. ખેડૂતોને સરકાર તરફથી ઘાસચારો અને સહાય મળી રહે તે માટે ત્રણે તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા રજૂઆતમાં જણાવ્યું હતું.

અહેવાલ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.