લીલીયામોટા ના પૂંજાપાદર ગામે રહેણાંકી મકાન માં લાગી આગ
લીલીયા તાલુકા ના પૂંજાપાદર ગામે રહેણાંકી મકાનમાં આગ લાગી જેમાં પૂંજાપાદરના રામજી મંદિર નજીક આવેલ મકાનમાં આગ લાગેલ
પૂંજાપાદરના ભાવનાબેન મહેશભાઈ ચરણદાસ ના રહેણાંકી મકાનમાં આગ લાગતાં ઘર વખરી બળી ને ખાખ થઈ હતી જ્યારે જાણવા મળેલ વિગત માં
મંદિરમાં રાખેલા અખંડ દીવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ઘર ધણી એ જણાવેલ આગ લાગવાની જાણ અમરેલી ફાયર વિભાગ ને કરાતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કાર્યવાહી શરૂ કરેલ અને આગ પર કાબુ મેળવેલ આ કામગીરી માં ફાયર ટીમ ના આનંદભાઈ જાની,સાગરભાઈ પુરોહિત,ધવલભાઈ ચાવડા દ્વારા કામગીરી કરવામાં આવેલ આગ લાગવાથી કોઈ જાન હાની ન થતા હાશકારો આગ ની જાણ થતાં લોકો ના ટોળા ઉમટ્યા તેમજ આજુ બાજુ ના રહીશો દ્વારા આગ ઓલવવા ની કામગીરી માં મદદ રૂપ બનેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
