ચૌધરી સમાજના પ્રમુખ રજનીશભાઈ ચૌધરી ને ભાજપ મેદાને ઉતારી શકે છે... - At This Time

ચૌધરી સમાજના પ્રમુખ રજનીશભાઈ ચૌધરી ને ભાજપ મેદાને ઉતારી શકે છે…


વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં બહુમુખી પ્રતિમા ધરાવતા ચૌધરી સમાજના પ્રમુખ રજનીશભાઈ ચૌધરી ને ભાજપ મેદાને ઉતારી શકે છે...

7 વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીની હલચલ ચાલુ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસમાં તો ગેનીબેનની સૂચના પ્રમાણે જ ટિકિટ મળશે તેવી ચર્ચાઓ થઈ રહી છે જ્યારે ભાજપમાં ટીકેટો લેવા માટે લાંબી લાઈન લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે.7વાવ વિધાનસભામાં ચૌધરી સમાજના 50000 થી વધારે મતદારો છે તેથી આ બેઠક ઉપર ચૌધરી સમાજ હર હંમેશાં ભાજપ સાથે સંકળાયેલો છે ત્યારે 7વાવ વિધાનસભા ની ચૂંટણીમાં ચૌધરી સમાજના યુવાન નેતા રજનીશભાઈ ચૌધરીને જો ટિકિટ આપવામાં આવે તો ચૌધરી સમાજ ભાજપ સાથે સંકળાયેલો રહેશે જો ચૌધરી સમાજને ટિકિટ આપવામાં નહીં આવે તો ચૌધરી સમાજ ભાજપથી છેડો ફાડે તો નવાઈ નહીં રજનીશ ભાઈ ચૌધરી નું વર્ચુસ્વ જોવા જઈએ તો તેમના દાદા ભેમાભાઈ ચૌધરી પૂર્વ જેલ મંત્રી રહી ચૂક્યા છે તેમજ. રજનીશભાઈ ચૌધરી ચૌધરી સમાજમાં યુવાન નેતા તરીકે ઉભરી આવે છે તેમજ અન્ય સમાજ પણ ગભો મિલાવીને વિજય બનાવવાની ખાતરી આપી રહ્યા છે રજનીશ ભાઈ ચૌધરી ભાભર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ ચૌધરી સમાજને નારાજ કરશે કે મનાવાનો પ્રયત્ન કરશે


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image