તસ્કર ત્રાટક્યો: માતાજી ઉપરનો છતર ચોરવાનો પ્રયાસ - At This Time

તસ્કર ત્રાટક્યો: માતાજી ઉપરનો છતર ચોરવાનો પ્રયાસ


કસ્તુરબા મેઈન રોડ પર ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં માતાજીની મૂર્તિ પર રાખેલ છતરની ચોરીનો પ્રયાસનો બનાવ સામે આવતાં જૈન અગ્રણીઓ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો. મોડી રાત્રીના મુખ્ય દરવાજો ટપી અંદર પ્રવેશેલ તસ્કરે ભંડારાની રોકડ રકમ ઉઠાવી નાસી છૂટતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. થોડાં દિવસ પહેલાં ભાવનગર રોડ પર વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં ચોરી કરનાર તસ્કર જ હોવાનું સીસીટીવીમાં જોવા મળતાં ધાર્મીક જગ્યાઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ મણીયાર દેરાસરમાં આજે સવારે જૈન શ્રેષ્ઠીઓ પૂજા માટે ગયાં હતાં ત્યારે મંદિરમાં ખુલ્લામાં રહેલ સ્ટીલના ભંડારા (દાન પેટી) માં રહેતી દાનની રોકડ રકમ ગાયબ હતી. જેથી પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને રાતના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં મોડી રાતના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં એક શખ્સ દેરાસરનો મુખ્ય દરવાજો ઠેકી અંદર પ્રવેશ્યો હતો અને આસપાસમાં નજર કર્યા બાદ મંદિરના ગર્ભગૃહમાં ખુલ્લામાં રહેતાં ભંડારામાં રહેતાં રોકડ આશરે ચારેક હજારની રોકડ ચોરી કરી ત્યાંથી નાસી છુટ્તો નજરે પડ્યો હતો.
સીસીટીવીમાં જોતાં તસ્કર એક કુહાડી સાથે પ્રવેશ્યો હતો અને મંદિરમાં આવેલ માતાજીની મૂર્તિ ઉપરનું છતર પણ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. કુહાડીથી દાનપેટી તોડી રોકડ ચોરી કરી હતી. તેમજ કુહાડી અને પોતાના ચપ્પલ મૂકી નાસી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં ભાવનગર રોડ પરના વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં પણ ચોરીનો બનાવ આવ્યો હતો અને તે પણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાદમાં દેરાસરમાં થયેલ ચોરી બાદ સીસીટીવીમાં પણ તે જ તસ્કર હોવાનું સામે આવ્યું છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image