તું ગમતી નથી માવતરે જતી રહે પતિએ કહેતા ફિનાઇલ પીધું:સાસરીયા વિરૂદ્ધ ગુન્હો - At This Time

તું ગમતી નથી માવતરે જતી રહે પતિએ કહેતા ફિનાઇલ પીધું:સાસરીયા વિરૂદ્ધ ગુન્હો


પોપટપરામાં શેરી નં.15/16 માં માવતર સાથે રહેતા કૌશરબેન ઇસ્માઇલભાઇ ભટ્ટી (ઉ.વ.23)એ પ્ર.નગર પોલીસ મથકમાં માળીયા મિયાણાના ખાખરેચી રેલ્વે કવાર્ટરમાં રહેતા પતિ ઇસ્માઇલ હબીબભાઇ ભટ્ટ, સસરા હબીબભાઇ કરીમભાઇ ભટ્ટી, સાસુ જેતુનબેન ભટ્ટી અને નણંદ રસીદા હબીબભાઇ ભટ્ટી સામે ફરીયાદ નોંધાવી છે. કૌશરબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના 2019માં માળીયા મિયાણા ખાખરેચી રેલ્વે કવાર્ટરમાં રહેતા ઇસ્માઇલ હબીબભાઇ ભટ્ટસ સાથે લગ્ન થયા હતા.
લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા અને નણંદ સાથે ખાખરેચી ખાતે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નના વીસ દિવસ સારી રીતે રાખેલ પોતે મજબુત બાંધાના હોઇ તેથી લગ્નના 20 દિવસ બાદ પતિએ કહેલ કે ‘તું ગમતી નથી તારા માવતરે જતી રહે’ તેમ કહેતા સાસુ અને નણંદ અવાર-નવાર રસોઇ બાબતે મેણાટોણા મારી મજાક ઉડાવતા હતા અને રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી પતિને ચઢામણી કરતા હતા. પોતે ઘરમાં કામ કરતા હોઇ ત્યારે પોતાનો દુપટ્ટો માથા પર ઓઢેલ ન હોઇ તો સાસુ, સસરા જેમ ફાવે તેમ બોલી ત્રાસ આપતા હતા. બાદ પોતે માવતરના ઘરે આવ્યા બાદ કોર્ટમાં પતિ સહીતના સાસરીયા સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. પોતાના તલાક થયા નથી. ગઇકાલે પોતે પિતાના ઘરે હતા
ત્યારે પાડોશી શેરબાનુ કરીમભાઇ ભટ્ટીના મમ્મી માળીયાથી આટો મારવા માટે આવેલ હોઇ અને શેરબાનુના ઘરે જતા તેના મમ્મીએ વાત કરેલ કે ‘તારા પતિ ઇસ્માઇલ હબીબભાઇ ભટ્ટીએ બીજા લગ્ન કરી લીધા છે’ તેમ જણાવતા પોતે ઘરે આવી રૂમમાં પડેલ ફીનાઇલ પી લીધું હતું. તેવામાં પોતાની મોટી બહેન બીલ્કીશ આવી જતા તેણે પોતાના હાથમાંથી બોટલ આંચકી લીધી હતી. પોતાને ઉલ્ટીઓ થવા લાગતા માતા રાબીયાબેને જાણ કરતા પોતાને 108માં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. કે.વી.ચાવડા સહીતે હોસ્પીટલે પહોંચી કૌશરબેન ભટ્ટીની ફરીયાદ પરથી પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.