વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું પાર્કિંગ ચોરી થયેલ કારથી ભરાયું. - At This Time

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું પાર્કિંગ ચોરી થયેલ કારથી ભરાયું.


વડોદરામાં બારોબાર ગીરવે મુકાયેલી કાર રિકવર કરતા ક્રાઈમ બ્રાન્ચનું પાર્કિંગ ફોર વ્હીલરથી ભરાયું છે . જેમાં 31 ડિસેમ્બરે મનીષ હરસોરા સામે ફરિયાદ નોંધાઇ હતી . તેમાં વાહનો ભાડે મૂકી વધુ વળતર આપવાની લાલચ આપી હતી . તથા 100 થી વધુ વાહન માલિકોએ ફરિયાદ નોંધાવી હતી . કુલ 5. 53 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો ઉલ્લેખનીય છે કે મનીષ હરસોરા , દિપક રૈયાની પોલીસે ધરપકડ કરી હતી . તેમજ આરોપીઓએ મહારાષ્ટ્ર , સુરત અને મહેસાણામાં કાર ગીરવે મૂકી હતી . ત્યારે 9 દિવસના રિમાન્ડ દરમ્યાન 84 કાર કબજે કરી છે . તથા કુલ 5. 53 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે . કાર અને આરોપીઓનો આંક વધે તેવી શક્યતાઓ છે . જેમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચનું પાર્કિંગ ફોર વ્હિલરથી ખીચોખીચ ભરાઈ ગયું છે . કાર અને આરોપીઓનો આંક વધે તેવી શક્યતાઓ ભેજાબાજોએ બારોબાર ગીરવે મુકેલ કાર રિકવર કરી ક્રાઈમ બ્રાન્ચ લવાઈ છે . ગત 31 ડિસેમ્બરના રોજ મનીષ હરસોરા નામના ભેજાબાજ સામે ફરિયાદ નોંધાઇ હતી . ત્યારે ક્રાઈમ બ્રાન્ચે મનીષ હરસોરાએ વાહનો ભાડે મૂકી વધુ વળતર આપવાની લાલચ આપી હતી . તેમાં 100 થી વધુ વાહન માલિકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી . મનીષ હરસોરાએ સુરતના દિપક રૈયાની સાથે મળી વાહનો ગીરવે મૂકી દીધા હતા . હજુ આવતીકાલ સુધી બંને આરોપીઓ રિમાન્ડ પર રહેશે તેથી કાર અને આરોપીઓનો આંક વધે તેવી શક્યતાઓ છે .
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon