ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં માર્કેટયાર્ડમાં ખેતી ઉપેજનાં ઉંચા-નીચા ભાવ જોવા મળ્યા વરસાદી વાતાવરણથી ખેડૂતો પરેશાન - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનાં માર્કેટયાર્ડમાં ખેતી ઉપેજનાં ઉંચા-નીચા ભાવ જોવા મળ્યા વરસાદી વાતાવરણથી ખેડૂતો પરેશાન


તા:15 ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માર્કેટિંગયાર્ડમાં આજે અને કઠોળ અનાજ મઞફળી બાજરી ઘઉં સફેદ તલ જુવાર કાળા તલ સોળી સોયાબીન જેવી અનેક ચીજ-વસ્તુઓના ઉંચા ભાવ જોવા મળ્યા હતા જેમાં આજે સવારથી જ વરસાદી વાતાવરણમાં ફેરફાર થતાં આજે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો પરેશાનીમાં મુકાયા હતા આજે કોડીનાર માર્કેટીઞ યાર્ડમાં અનેક ખેડૂતો ટ્રેક્ટરમાં તાલપત્રી નાંખી રીક્ષાઓમાં તાલપત્રી ઢાંકીને પોતાનો માલ વેચવા માટે પણ મજબૂર બન્યા હતા આજે 15 જુનથી ચોમાસાનું આઞમન થતાંની સાથે ધિમીધારે મેઘરાજાની પધરામણી થતાં જ ચોમાસુ આવી ગયું હોય જેથી કરીને ખેડૂતોને બિયારણની જરૂરિયાત હોય જ્યારે ખાતર બિયારણની જરૃરિયાત હોય જેથી વરસાદી માહોલમાં ખેડૂતો પોતાનો માલ નીચાં ઉંચા ભાવે પણ માલ વેચવાની પણ ફરજ પડતી જોવા મળી હતી

ત્યારબાદ જેથી કરીને ખેતીવાડી વાવેતર માટે ખેડૂતો તૈયારી કરી શકે એવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય એવું અનેક ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું જેમાં માર્કેટિંગ યાર્ડમાં વરસાદી માહોલ હોવાના કારણે સવારે 6 થી બપોરનાં 12 વાગ્યા સુધી મઃલ યાર્ડમાં પહોંચી જાય એવું એક નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું જેમાં આજે વરસાદી માહોલ વચ્ચે પણ મગફળી 934 થી 1232નાં ભાવ જોવા મળ્યા હતા મગફળી જીવીશ 950થી 1444 બાજરી 350થી 456 ઘઉં 370થી 500 સફેદતલ 1650થી 2098 એરંડા 1200થી 1438 જુવાર 475થી 637 અડદ 1300થી 1449 મઞ 700થી 1434 ચણા 600થી 879 કાળાતલ 1850થી 2495 ચોળી 800થી 1035 સોયાબીન 1150થી 1306 સિઞદાણાં 1620થી 1880 આવા અનેક ખેતીવાડી કરતાં ખેડૂતો હરાજીમાં માલ વેચતાં જોવા મળ્યા હતા

જેમાં આજે વરસાદી માહોલ વચ્ચે આજે અનેક ખેડૂતો પણ પોતાનો માલ પલળી નાં જાય એ માટે અનેક ખેડૂતો ઘરેથી વ્યવસ્થા કરીને પોતાનો માલ વેચવા પણ મજબુર બન્યા હતા અનેક ખેડૂતોએ રજૂઆત કરી હતી કે હરજીમાં ખુલ્લા વાતાવરણમાં હરાજી કરવામાં આવે તો અંનેક ખેડૂતોને નુકસાન થાય છે તો રાજ્ય સરકાર દ્વારા છાપરાંની પણ વ્યવસ્થા કરવામાં આવે અને તંત્ર દ્વારા પણ છાપરાંની વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોને પણ એક સહારો મળી જાય એવી અનેક રજૂઆતો પણ ખેડૂતોમાંથી ઉઠવા પામી હતી

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon