જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં ધશ્ફોડ ચોરીનાં ગુનાના છેલ્લા બે વર્ષથી નાસતા-ક્રૂરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ પોલીસ સ્ટેશનનાં ધશ્ફોડ ચોરીનાં ગુનાના છેલ્લા બે વર્ષથી નાસતા-ક્રૂરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
શ્રી અશોકકુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા રેન્જનાં જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીના દ્વારા રાજ્ય / જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓ તથા જેલમાંથી પે-રોલ/ફર્લો તથા વચગાળાનાં જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી એસ.એમ.સોની, પોલીસ ઈન્સ્પેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સ્પેક્ટ, એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને જુનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા નંબર-૧૧૧૦૩૦૦૭૨૦૦૦૫૩૮૨૦૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાના કામેનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. મજકુર ઈસમને અમરેલી, જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ-ગરમલી, ગભરૂભાઇ માંજરીયાની વાડીએથી ચોક્કસ અને આધારભુત ખાનગી બાતમીરાહે થી ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.
પકડાયેલ આરોપી છે.
અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા, ઉ.વ.૪૫, ધંધો ખેતીકામ, રહે.મુળ-ચુડા, મોટી પાટી, તા,ભેંસાણ, જિ.જુનાગઢ, હાલ રહે.ગરમલી, ગભરૂભાઇ માંજરીયાની વાડીએ, તા.ધારી, જિ.અમરેલી,
ગુનાની વિગત -
મજકુર પકડાયેલ ઈસમ અરવિંદ ઉર્ફે ગાંગાભાઇ ખોડાભાઇ રાખોલીયા તથા અબુ ઉર્ફે વૈભવ અશોકભાઇ બાવળીયા નામની વ્યકતિ સાથે મળી ચુડા ગામમાં રહીશ આ કામનાં ફરિયાદીી રજનીભાઇ વશરામભાઇ ગજેરાની ખોડીયાર આઇસ્ક્રીમ નામની દુકાનમાંથી તા.૦૫/૦૩/૨૦૨૦નાં રોજ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. મજકુર ઈસમને હસ્તગત કરી આગળની ધટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ એમ. સોની, પોલીસ ઈન્સ્પેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા પી.બી.લક્ડ પો.સ.ઈ. એસ.ઓ.જી., તથા એસ.ઓ.જી. ટીમને જુનાગઢ જિલ્લાના છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાના નાસતા-ફરતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટ પંકજ વેગડા ચુડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.