ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે SPની અધ્યક્ષતામા લોકદરબાર કાયઁક્રમ.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત અધ્યક્ષતામા લોક દરબાર કાયઁક્રમ હાથ ધરાયો હતો જેમા ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યના રહિશોને ઉપસ્થિત રહેવા સાથોસાથ વ્યાજખોરોના અજગરી ભરડામા ફસાયેલા પિડીતોને હાજર રહ્યા હતા. જીલ્લા પોલીસ વડાને ઉપસ્થિતિમાં જ જાહેર કાયઁક્રમ દરમિયાન બેથી ત્રણ લોકો સામે આવ્યા હતા જેઓની રજુવાત સાંભળી તાત્કાલિક પગલા ભરી ફરીયાદની તજવીજ હાથ ધરી હતી આ તરફ જીલ્લા પોલીસ વડા દ્વારા જણાવાયુ હતુ કે માત્ર લોક દરબાર પુરતુ જ નહિ પરંતુ કોઇપણ સમયે વ્યાજખોરોની મુશ્કેલી સજાઁયુ ત્યારે પોલીસનો અવશ્ય સંપકઁ કરી જાણ કરવી પોલીસ ને એક તક આપવા વિનંતી કરી હતી. (અહેવાલ/તસ્વીર:- સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.