લીલીયા મોટા ખાતે ભૂગર્ભ ગટર કામની ચકાસણી કરતા ડી.ડી.ઓ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હાજરી આપતા ડી.ડી.ઓ
લીલીયા મોટા ખાતે ચાલી રહેલ લીલીયા ની જનતાના માથા ના દુખાવા સમાન ગટર પ્રશ્નનું નિરાકરણ કરવા માટે સરકાર તેમજ વહીવટી તંત્ર ચિંતિત હોય ત્યારે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દ્વારા ટૂંકા દિવસોમાં ભૂગર્ભ ગટર કામની પોતે અંગત ચિંતા વ્યક્ત કરી બીજી વખત ચાલી રહેલ કામ ની સમીક્ષા કરી અને અલગ અલગ પંપિંગ સ્ટેશનોની જાત મુલાકાત કરી ત્યારે ત્યાં ઉપસ્થિત કાર્યપાલક ચૌધરી તેમજ પડસાલા અને ડીસા કન્ટ્રક્શનના રુચિત દવે ને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ સુચના અપાય કે આવતી તારીખ 5/3/2025 પહેલા પંપિંગ સ્ટેશન નંબર ત્રણ અને ચાર માં મોટર ઉતારી અને આવનારા તારીખ પાંચ સુધીમાં ચેક કરી રિપોર્ટ આપવા જણાવેલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલીયા ની જનતાના ગટર પ્રશ્ન ને અંગત રસ દાખવી જીણવટ ભરી માહિતી મેળવી અને ઉપસ્થિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સુચના અપાય કે લીલીયાની જનતા ઘણા વર્ષોથી આ ગટર પ્રશ્ને પીસાઈ રહી છે ત્યારે રીનોવેશન કામમાં ક્યાંય પણ કચાશ ની ફરિયાદ ન આવે તેમનું ખાસ ધ્યાન રાખવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સૂચના અપાય આ તકે લીલીયા સરપંચ જીવનભાઈ વોરા,ભીખાભાઈ ધોરાજીયા,કાનજીભાઈ નાકરાણી,બાલાભાઈ મેઘાણી લીલીયા ગ્રામ પંચાયત ત.ક મંત્રી ભગીરથ ગઢવી તેમજ વીરુભાઈ સાસલા ઉપસ્થિત રહેલ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હાજરી અપાય જેમાં ગંગા સ્વરૂપા યોજનાના નવ લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમ અપાયો તેવી જ રીતે સાઈનાથ પ્લોટ વિસ્તારમાં બજાર દબાણને લઈને પ્રશ્ન રજૂ થતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર જ પ્રશ્ન નું નિરાકરણ કરી અને અરજદારની અરજી અન્વયે થયેલ દબાણ દિન એકમાં દૂર કરવા માટે પણ લીલીયા તલાટી કમ મંત્રી ને સૂચના અપાય આ તકે ઇન્ચાર્જ મામલતદાર વી.કે.મહેતા, ઈન.TDO ડી.એન.માલવિયા સહિત વિવિધ ખાતાના અધિકારી ઓ ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટ
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
