સાબરકાંઠા જિલ્લા હિંમતનગર એ ડીવિઝન પો.સ્ટે. ના પ્રોહીબીશનના બે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રમણભાઇ સુકાજી પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી. - At This Time

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર એ ડીવિઝન પો.સ્ટે. ના પ્રોહીબીશનના બે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને રમણભાઇ સુકાજી પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.


સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ. જે સુચના અન્વયે ડી.સી.સાકરીયા, પો.ઇન્સ., એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા હિંમતનગર જુની સિવિલ સર્કલ ખાતે આવતાં સાથેના અ.હે.કોન્સ. રમણભાઇ સુકાજી બ.નં-૯૦૯ નાઓને મળેલ ખાનગી બાતમી હકિકત અન્વયે હિંમતનગર એ ડીવિઝન પો.સ્ટે. (૧) પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૧૬૨૩૦૦૩૯/૨૩ ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ-એએ, ૮૧ તથા (૨) પાર્ટ સી.ગુ.ર.નં-૧૧૨૦ ૯૦૧૬૨૩૦૩૬૦/૨૩ ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ-એ,ઇ, ૮૧ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સુભાષભાઇ નાનજીભાઇ બરંડા ઉ.વ.-૨૨ રહે.ગુડા પો.પાટીયા તા.નયાગાવ,જી.ઉદેપુર રાજસ્થાનવાળો મોતીપુરા સર્કલ, શામળાજી જતા રોડ ઉપર મળી આવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.સુપરત કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર કર્મચારીઃ-

અ.હે.કોન્સ. રમણભાઇ, પો.કોન્સ.રાહિતકુમાર રે.ઓ. વિશાલભાઇ,

રિપોર્ટર.હસન અલી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.