બરવાળા ક્લસ્ટરની વિવિધ શાળાઓ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો
બરવાળા તાલુકામાં બરવાળા ક્લસ્ટરની મિશ્ર પ્રાથમિક શાળા, વર્ગ પ્રાથમિક શાળા તેમજ ઝબુબા મા હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરતા નાના ભૂલકાઓનો ઉત્સાહ વધારવા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શાળામાં પ્રવેશ આપી તેમને સ્કૂલબેગ, વોટરબેગ, લંચબોક્ષ અને પાટી આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ બાળકોને રમત-ગમતની કીટનું વિતરણ પણ કરાયું હતું કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં આ તકે અગ્રણી પાલજીભાઈ પરમાર સહિતના અગ્રણીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
