કેશોદમાં આહીર યુવા મંચ દ્વારા સમુહ લગ્નનું આયોજન - At This Time

કેશોદમાં આહીર યુવા મંચ દ્વારા સમુહ લગ્નનું આયોજન


સમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનુ સામુહીક આયોજન.વધતી જતી મોઘવારી અને દેખા દેખીથી લગ્નમાં થતા બેફામ ખર્ચાઓ સામૅ સમુહ લગ્નો આશીર્વાદ રૂપ છે..જેમાં ખર્ચ સાથૅ સમયનો બચાવ થાય છે.તથા એક સાથૅ અનેક શ્રેષ્ઠીઓ લગ્નમાં હાજર રહી શકે છે..
આહીર યુવા મંચ-કેશોદ દ્વારા અગાઉ ૮ સમુહ લગ્નનોનું સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના અગ્રણી દાતાઓ દ્વારા તન મન ધનથી સાથ સહકાર મળૅલ છે. આ સમુહ લગ્નોની ભવ્ય સફળતા બાદ આગામી તા.૧૮ ફેબ્રુઆરી 2023ના રોજ ચાદીગઢના પાટીયા પાસે આવેલ આહીર યુવા મંચ-કેશોદ સંચાલિત આહીર સમાજની વાડીમાં ૯મા લગ્ન સમુહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં
૪૫ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે,આહીર યુવા મંચ આયોજીત આ સમુહ લગ્નમાં આહીર સમાજના રાજકીય, સામાજિક અગ્રણીઓ જાનૈયાઓ માનૈયાઓ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ સમુહ લગ્નની તૈયારીઓ માટે આહીર યુવા મંચના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon