બોટાદમાં 25 લોકોના નામે 7,87,950 ની છેતરપિંડી આચરી ફરાર ત્રણેય આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા
બોટાદમાં સબસીડી વાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે રૂપિયા7,87,950 ની હેતલ પિંડી કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી બોટાદ શહેરના ભાવનગર રોડ ઝવેરનગર શ્યામ માર્બલ વાળી શેરી ખાતે રહેતા મંજુબેન શૈલેષભાઈ ચાવડા ઉમર 27 એ બોટાદ ખોડિયાર નગર ખાતે રહેતા વિક્રમ ભુપતભાઈ વાળા ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદભાઈ જેસાભાઇ ડાભી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 માં ફરિયાદી મંજુબેન ચાવડાના જમાઈ પ્રવીણભાઈ વાળાએ તેમના પતિને જાણ કરી કે ખોડીયાર નગર એક ખાતે રહેતા આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા સી .જે . ફાઇનાન્સ ની સબસીડી વાળી લોન આપે છે તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને કેજો તેમ વાત કરતા મંજુબેનના પતિએ તેના વિસ્તાર તથા ઝવેરીનગરમાં રહેતા લોકોને વાત કરી હતી અને આ બંને વિસ્તારના મળી કુલ 25 જેટલા લોકોએ લોન લેવાનું નક્કી કર્યું હતું. આરોપી વિક્રમ વાળાએ તેના બે એજન્ટ આરોપી ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઈ ડાભીને મોકલેલી અને ફોર્મમાં તમામની સહીઓ કરાવી તમામના બે ફોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ લાઈટ બિલ બેંક ની પાસબુક વગેરેના ડોક્યુમેન્ટ મેળવી ત્રણ ચાર દિવસ બાદ ચિરાગ અને અરવિંદ ઓનલાઇન અંગૂઠો લાવવાનું મશીન લઈ આવેલા અને તમામ 25 લોન લેનાર વ્યક્તિઓના ઓનલાઈન અંગૂઠાઓ લઈ તમામને નવ નવ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2022 માં ફરિયાદી મંજુબેન સહિત લોન લેનાર તમામના ઘરે અમદાવાદના વકીલની નોટીસ આવેલી ત્યારે જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ તમામના નામે રૂપિયા 30,000 ની લોન લઈ રૂપિયા,7,87,950ની લોન લઈ તમામના ડોક્યુમેન્ટ નો ખોટો ઉપયોગ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો છે જે મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં મંજુબેન ચાવડાએ આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા ચિરાગ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદ જેસાભાઇ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ બાબતે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે 7,87,950 ની છેતરપિંડીની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તાત્કાલિક પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં આરોપી વિક્રમ ભુપતભાઈ વાળા ચિરાગ બહાદુરભાઈ મકવાણા અને અરવિંદભાઈ જેસાભાઇ ડાભી ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.