આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ કાલે સુરેન્દ્રનગરમાં ગજવશે સભા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yam2h9mevj9l801l/" left="-10"]

આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ કાલે સુરેન્દ્રનગરમાં ગજવશે સભા


સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ એવી ઘટના કાલે બનશે કે, ભારતના બે મુખ્યમંત્રી અને એ પણ અલગ અલગ રાજ્યના એક જ સ્ટેજ ઉપર જોવા મળશે. ત્યારે બનાવ અને આવો સંયોગ અગાઉ બન્યો નથી.કારણ કે, મોટાભાગે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય છે. ત્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હોય તેવા કિસ્સાઓ પણ અત્યાર સુધી બનવા પામ્યા નથી. ત્યારે અન્ય રાજ્યના બે મુખ્યમંત્રી એક સ્ટેજ ઉપર નજરે પડશે. ત્યારે પ્રથમ વખત એવો બનાવ બનશે કે, બહારના રાજ્યના બે મુખ્યમંત્રીઓ એક સાથે સુરેન્દ્રનગરની ધરતી ઉપર એક સ્ટેજ ઉપર નજરે પડશે, અગાઉ આવું ઇતિહાસમાં થયું નથી.સાયન્સ કોલેજ ખાતે 12,000 ખુરશીની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી સુરેન્દ્રનગર શહેરની મુલાકાતે એક સાથે બે મુખ્યમંત્રી આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે ગુજરાતમાં પ્રવેશ મેળવી રહી છે. ત્યારે કાલે સુરેન્દ્રનગરની મુલાકાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સાયન્સ કોલેજ ખાતે ભવ્ય સભા યોજવા જઈ રહી છે. ત્યારે 12,000 જેટલી ખુરશીની વ્યવસ્થા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.શહેરની સાયન્સ કોલેજ ખાતે ભવ્ય સભા યોજવા જઈ રહી છે. ત્યારે લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વેપારી તથા કર્મચારી વર્ગ આઉટસોર્સિંગ આશાવર્કર બહેનો તથા સરકારથી નારાજ છે, તેવા કર્મચારીઓને પણ આપના નેતાઓએ હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. બંને મુખ્યમંત્રીઓ દ્વારા ભવ્ય સભા યોજવામાં આવશે, ત્યારે આ તકે આપના પ્રદેશના નેતાઓ પણ હાજર રહેશે.અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરની મુલાકાતે બીજી વખત આવી રહ્યા છે. છેલ્લા 38 દિવસમાં બીજી વખત સુરેન્દ્રનગરની મુલાકાતે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લામાં મજબૂત બને અને લોકોનો મત જીતી શકે તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]