યાહ્યા સિનવાર હમાસનો નવો ચીફ:હાનિયા પછી સૌથી શક્તિશાળી, ક્રૂર હત્યા કરવા માટે જાણીતો; 8 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યો, સિનવારે અડધું જીવન જેલમાં વિતાવ્યું છે
પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસે ગાઝામાં તેનો ટોપ કમાન્ડર યાહ્યા સિનવારને નવા નેતા તરીકે પસંદ કર્યો છે. હમાસે મંગળવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સિનવાર હમાસના નવા ચીફ તરીકે ઈસ્માઈલ હાનિયાનું સ્થાન લેશે. હાનિયાથી વિપરીત, સિનવાર ગાઝામાં રહ્યો. 2017માં તેને હમાસના નેતા તરીકે ઓળખવામાં આવ્યો ત્યારથી તે ક્યારેય સામે આવ્યો નથી, પરંતુ તેની હમાસ પર મજબૂત પકડ છે. 1 જુલાઈના રોજ, તેહરાનમાં હાનિયાના ઠેકેણાને મિસાઈલથી ઉડાવી દેવામાં આવ્યું હતું. આમાં હાનિયા અને તેનો એક અંગરક્ષક માર્યો ગયો હતો. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. હાનિયાના નેતૃત્વમાં હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર 75 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો હતો. આમાં 1,200થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે સિનવર તેનો માસ્ટર માઇન્ડ હતો. સિનવારને હમાસના ચીફ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો?
સામાન્ય રીતે, કોઈ ચીફના મૃત્યુ પછી, તેની જગ્યાએ ડેપ્યુટી ચીફને નીમવામાં આવે છે, પરંતુ હમાસના ડેપ્યુટી ચીફ રહેલા સાલેહ અલ-અરૂરીની આ વર્ષે જાન્યુઆરીમાં હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલની સેનાએ હમાસના નંબર-2 નેતાને ડ્રોન હુમલામાં મારી નાખ્યો હતો. હમાસની રાજકીય વિંગમાં નંબર-1 અને નંબર-2 બંને ખુરશીઓ ખાલી પડી હતી. 61 વર્ષના સિનવારે અડધું જીવન જેલમાં વિતાવ્યું છે
નવા હમાસ ચીફનું પૂરું નામ યાહ્યા ઈબ્રાહિમ હસન સિનવાર છે. તેનો જન્મ ગાઝા પટ્ટીના દક્ષિણ વિસ્તારમાં ખાન યુનિસ શરણાર્થી શિબિરમાં થયો હતો. યાહ્યાના માતા-પિતા અશ્કેલોનના હતા. 1948માં જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ અને હજારો પેલેસ્ટિનીઓને તેમના વડવાઓના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે યાહ્યાના માતા-પિતા પણ શરણાર્થી બની ગયા હતા. સિનવારની 1989માં બે ઇઝરાયલી સૈનિકો અને ચાર પેલેસ્ટાઈનના અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે યાહ્યા 19 વર્ષનો હતો. કેસ ચાલ્યો. બાદમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે, 2011માં, ઇઝરાયલના સૈનિક ગિલાદ શાલિટના બદલામાં 1,000થી વધુ કેદીઓની અદલા-બદલી દરમિયાન સિનવારને પણ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં સિનવાર લગભગ 22 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો હતો. ખાન યુનિસના કસાઈને સિનવાર કહેવામાં આવે છે
સિનવાર ક્રૂર હત્યા કરવા માટે જાણીતો છે. બીબીસીના અહેવાલ મુજબ સિનવારે ઇઝરાયલ માટે જાસૂસીની શંકામાં એક વ્યક્તિને તેના ભાઈના હાથે જીવતો દાટી દીધો હતો. નવાઈની વાત તો એ છે કે દફન પાવડાથી નહીં પણ ચમચા વડે કરવામાં આવ્યું હતું. આવી ક્રૂરતાને કારણે સિનવારને ખાન યુનિસનો કસાઈ પણ કહેવામાં આવે છે. સિનવારની નજીકના લોકો પણ તેનાથી ડરે છે. કહેવાય છે કે જો તમે સિનવારની વાત ટાળી રહ્યા છો તો તમે તમારા જીવનને દાવ પર લગાવી રહ્યા છો. 2015માં સિનવારે હમાસ કમાન્ડર મહમૂદ ઈશ્તિવીને ટોર્ચર કરીને મારી નાખ્યો હતો. ઈશ્તિવી પર સમલૈંગિકતા અને પૈસાની હેરાફેરીનો આરોપ હતો. સિનવર લોકોને નિયંત્રિત કરવામાં નિષ્ણાત છે. જો કે તેમને બહુ સારા વક્તા માનવામાં આવતો નથી. 2014માં તેને 'મૃત' જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે અફવા સાબિત થઈ હતી. 2015માં યાહ્યાને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. સિન્વાર ઈરાનની નજીકનો હોવાનું માનવામાં આવે છે. હાનિયાના સ્થાને કોણ બનશે હમાસ ચીફ - 4 દાવેદાર, કોઈએ ચમચાથી ખાડો ખોદીને દેશદ્રોહીને જીવતો દફનાવ્યો, કોઈને ઇઝરાયલે જ બચાવ્યો હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયા મંગળવારે રાત્રે ઇઝરાયલના હુમલામાં માર્યો ગયો હતો. તે હમાસનો સૌથી મોટો ચહેરો હતો. હવે તેની જગ્યા લેવા માટે ચર્ચા શરૂ થઈ ગઈ છે, સામાન્ય રીતે કોઈ ચીફના મૃત્યુ પછી તેની જગ્યાએ ડેપ્યુટી ચીફ નીમવામાં આવે છે, પરંતુ હમાસના ડેપ્યુટી ચીફ રહેલા સાલેહ અલ-અરૂરીની આ વર્ષે જાન્યુઆરીમાં હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલની સેનાએ હમાસના નંબર-2 નેતાને ડ્રોન હુમલામાં મારી નાખ્યો હતો. હવે હમાસની રાજકીય વિંગમાં નંબર-1 અને નંબર-2 બંને ખુરશીઓ ખાલી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.