ધોરણ ૧૦ – ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં દર વર્ષ ની જેમ પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ને લેખન પેન અને પુષ્પ આપી શુભેચ્છા પાઠવશે.

ધોરણ ૧૦ – ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં દર વર્ષ ની જેમ પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ને લેખન પેન અને પુષ્પ આપી શુભેચ્છા પાઠવશે.


ગુજરાત રાજ્યમાં ૧૪ માર્ચ ૨૦૨૩ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની વાર્ષિક પરીક્ષામાં દર વર્ષ ની જેમ પોલીસ કર્મચારીઓ પોતાના વિસ્તારમાં આવેલી શાળાઓમાં શરૂ થતી વાર્ષિક પરીક્ષાના દિવસોમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે પોલીસ મોટાભાઈ કે મોટી બહેન બનીને પરીક્ષા સંકુલમાં પરીક્ષા શરૂ થયા પહેલા પુષ્પ અને લેખન પેન આપી દરેક વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા પાઠવશે તો સમાજમાં પોલીસ ની ખરી પરખ, કામગીરી અને જરૂરિયાત આ આવનારી પેઢી સમજી શકે,

ગુજરાત ના દરેક જિલ્લા શહેર,ગામ માં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ કર્મચારીઓ મોટાભાઈ અને મોટી બહેન બની પરીક્ષા સંકુલમાં હજાર રહી પરીક્ષા શરૂ થયા પહેલા પુષ્પ અને લેખન પેન આપી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહનમાં વધારો કરી શકે એમ છે અને આ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ સાથે માતા પિતા કે ભાઈ બહેન ના પહોચી શકે તેવા વિદ્યાર્થીઓ ને ખાસ પ્રોત્સાહન અર્થે કોઈ પોલીસ કર્મચારી પહોંચી શકે તો નવાઈ નહીં પણ ખુશી અનુભવશે વિદ્યાર્થીઓ,

પોલીસ વિભાગ અને પોલીસ કર્મચારીઓ પણ સમાજ નો એક મુખ્ય ભાગ છે અને પોલીસ વિભાગ પ્રત્યે સમાજમાં અને મુખ્યત્વે આવનરી પેઢી અને બાળકોમાં પોલીસ વિભાગ પ્રત્યે સકારાત્મક અભિગમ બની રહે એ હેતુ થી ખાસ આ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની વાર્ષિક પરીક્ષા સમયે પોલીસ કર્મચારીઓ સામાજિક અભિગમ થી જોડાય શકે છે,

આ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા તમામ તેજસ્વી તારલાઓ માંથી આવનાર સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ માં પણ ચોકકસ જોડાશે અને કેટલાક પોલીસ અધિકારી પણ બનશે એવી સૌ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટે ની શુભેચ્છાઓ સાથે Best of Luck.

નોંધ:- જે કોઈ પોલીસ કર્મચારી આ વિદ્યાર્થીઓ ને લેખન પેન અને પુષ્પ આપી પ્રોત્સાહન અને મનોબળ વધારવાનું કામ કરે તેઓએ પોતાના વિદ્યાર્થી સાથે ના ફોટા, વિડીઓ, ફરજ નું સ્થળ/પો.સ્ટે માં હોદ્દો , પોતાના ( P.I ) અધિકારી નું નામ, વિસ્તાર અને શાળા નું નામ વગેરે નીચે જણાવેલ મો.નંબર ઉપર વોટ્સ એપ ના માધ્યમ થી મોકલી આપવા વિનંતી જે આવનાર દિવસો માં ન્યૂઝ અપડેટ અર્થે ફોટા અને વીડિયો ની ઉપિયોગ થશે જેની નોંઘ લેશો.

Report by :- Keyur Thakkar

9879218574

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »