શાહીબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.ડી.ચંપાવતના ઓ સહિત શાહીબાગ પોલીસ કર્મચારીઓ ની સરાહનીય કામગીરી. - At This Time

શાહીબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.ડી.ચંપાવતના ઓ સહિત શાહીબાગ પોલીસ કર્મચારીઓ ની સરાહનીય કામગીરી.


જીવદયા સંસ્થાના વ્યક્તિ સાથે હાથ ચાલાકી કરી કાયદો હાથમાં લેતાં નબીરાઓ ને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન,

ઘટના ની ટુંકમાં વિગત :- તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ અમદાવાદ ના અસારવા વિસ્તારમાં પાંસી દાસના મહોલ્લાથી કોઈક જીવદયાપ્રેમી મહિલા નો ઘાયલ ખીસકોલી ને બચાવવા અર્થે જીવદયાની કોઈ સંસ્થાના સામજીક કાર્યકર ઉપર ફોન આવેલ હોવાથી જીવદયા સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે આ અસારવા વિસ્તારમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં કેટલાક નશો કરતા અસામાજીક તત્વોએ નશામાં આ જીવદયા ટીમના માણસો ઉપર કોઈ કારણે જીવલેણ હુમલો કર્યો હતો અને જીવદયા ટીમ ના માણસો ને મૂઢ માર માર્યો હતો અને જીવદયા ની ટીમના ઘાયલ થયેલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા,

આ બાબત ને લઈ ને અમદાવાદ જિલ્લામાં કાર્યરત "સ્ટેટ એનિમલ વેલફેર એસોસિયેશ" સાથે જોડાયેલ અલગ અલગ જીવદયા સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા આ ઘટના ની ગંભીરતાથી નોંધ લઈ આ હુમલો કરનાર અસામાજીક તત્વો વિરૂદ્ધ શાહીબાગ પોલીસ ને લેખિતમાં ઘટનાની જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતા શાહીબાગ પોલીસ સ્ટેશનના પ્રથમ પો.ઇન્સ.એમ.ડી. ચંપાવતનાઓ અને શાહીબાગ પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ગણતરીના કલાકો માં આ હુમલો કરનાર અસામાજીક તત્વો ને ઝડપી લઈ તેમની વિરૂદ્ધ કાયદેસર ની પ્રશંસનીય કાર્યવાહી કરી આ અસામાજીક તત્વો ને કાયદાનો પાઠ ભણાવ્યો હતો,

આ ઘટનામાં ન્યાય અર્થે જોડાયેલ "સ્ટેટ એનિમલ વેલફેર એસોસિયેશન " સહિત તમામ જીવદયા સંસ્થઓ દ્વારા તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ બપોરે શાહીબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.સહિત તમામ પોલીસ કર્મચારીઓની કામગીરી ને બિરદાવી સૌ કોઈ એ પોલીસ કર્મચારીઓ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.