ભાભરના બરવાળાથી મલીપુરા જતાં રોડની સાઈડમાં બાવળોના ઝુંડા… અકસ્માત સર્જાવાનો ભય…
ભાભર તાલુકાના બરવાળા ગામથી મલીપુરા જવામાટે પ્રધાનમંત્રી સડક યોજના દ્વારા પાકો ડામર રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ છે આ ૩ કી.મી.ના રોડ ઉપર થી મુસાફરો, વટેમાર્ગુઓ, મોટી સંખ્યામાં શાળાએ જતા વિધાર્થીઓ તેમજ વાહન ચાલકો પસાર થાય છે. રોડની સાઈડના બાવળોના ઝુંડાઓ વરસાદના કારણે રોડ પર આવી જતાં મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે આવરનાવર સામ સામે આવતા વાહનો રોડ પરના બાવળોના ઝુડાઓના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહેવા પામેલ છે આ બાબતે બરવાળા ગામના જાગૃત નાગરિક હકાભાઇ ઠાકોર જણાવ્યું હતું કે જો આ રોડ સાઇડના બાવળો જેરોડ પર આવી ગયા છે તે દુર કરવામાં નહીં આવેતો જો કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.માટે સત્વરે આ બાવળો દુર કરવામાં આવે તેવી માંગ છે..
-----------------------------
અહેવાલ -પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.