અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર, કોલાપુરના ચોરીના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ. ત્રિવેદીની ટીમના હે.કો. વિક્રમસિહ જીલુજી તથા હેડ કો.રમેશ ભાઈ કિશોરભાઈ તથા હે.કો. હિતેન્દ્રસિહ દ્વારા ચોરીના બે ગુનાનો વોન્ટેડ આરોપી દશરથભાઈ ઉર્ફે કાળુ સ/ઓ બાબુભાઈ બજરંગે, ઉ.વ.૪૭, રહે. અરૂણાબેનની ચાલી, મુન્નાભાઈના મકાનમાં કુબેરનગર છારાનગર અમદાવાદને કિશોર સ્કુલ પાસે કુબેરનગર જાહેરમાંથી ઝડપી લીધેલ છે તા.૨૦/૦૧/૨૦ ૨૩ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧) એ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ,
આરોપી આઠેક માસ અગાઉ તે તથા તેનો મિત્રો દિપક તથા સુજીત તથા મયુર એ રીતેના મહારાષ્ટ્ર કોલાપુર જીલ્લાના જુના રજવાડાના ખાતે આવેલ રાજારામ રોડ સબ જેલ પાસે પાસે પાર્ક કરેલ ટુવ્હીલની ડેકીમાં ૯ કિલો ૯૩૬ ગ્રામ અંદાજે કિ.રૂ. ૬,૦૦,૦૦૦/- ચાંદીની ચોરી કરેલ હતી તેમજ ચારેક માસ અગાઉ તે તથા તેના મિત્રો દિપક તથા સુજીત તથા મયુરએ રીતેના મહારાષ્ટ્ર કોલાપુર જીલ્લાના જુના રજવાડાના ખાતે આવેલ કલપ્પા આવાડે બેન્ક પાસે પાર્ક કરેલ ટુવ્હીલની ડેકીમાં જૂના ચાંદીના દાગીના કિ.રૂ. ૪૦,૦૦૦/- ની ચોરી કરેલ. જે કેસમાં તેની સાથેના મિત્રો પકડાયેલ અને તે નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે,
જે બાબતે મહારાષ્ટ્ર કોલાપુર જીલ્લાના જૂના રજવાડ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા ફસ્ટ ગુ.ર.ન. ૨૨૮/૨૦૨૨ ઈપીકો ૩૭૯ મુજબ તથા ફસ્ટ ગુ.ર.નં. ૪૯૮/૨૦૨૨ ઈપીકો ૩૭૯,૧૧૪ મુજબના ગુનાઓ દાખલ થયેલ છે જે ગુનામાં નાસતો ફરતો રહેલ હોવાનું જણાઇ આવેલ છે,
ગુનાહિત ઇતિહાસ :-
આ કામે આરોપી દશરથભાઈ ઉર્ફે કાળુ સ/ઓ બાબુભાઈ બજરંગેનો અગાઉ નવરંગપુરા પો.સ્ટે. માં તથા સરખેજ પો.સ્ટે.માં તથા માધુપુરા પો.સ્ટે.માં તથા નડીયાદ પો. સ્ટે. માં ચોરીના ગુનામાં પકડાયેલ છે તેમજ સરદારનગર પો.સ્ટે.માં દારૂ પીધેલાના કેસોમાં પકડાયેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.