પેટ્રોલપંપ માલીકને મોટેરાથી કારમાં અપહરણ કરનાર ૬ ઈસમોને હથિયાર સાથે પકડી ભોગ બનેલ ને સલામત રીતે છોડાવતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y9azii2bg2pvfx9c/" left="-10"]

પેટ્રોલપંપ માલીકને મોટેરાથી કારમાં અપહરણ કરનાર ૬ ઈસમોને હથિયાર સાથે પકડી ભોગ બનેલ ને સલામત રીતે છોડાવતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ.


તા.૦૮/૦૬/૨૦૨૨ ના સવારના પોણા નવેક વાગ્યાના અરસામાં મોટેરાગામ પાછળ આવેલ સધી માતાજીના મંદિર પાસેથી અતુલભાઈ કેશવલાલ પટેલ રહે- ૩, શ્રેષ્ઠ બંગ્લોઝ, સ્વસ્તિક બંગ્લોઝની પાસે, મોટેરા અમદાવાદ નાઓ તેઓના કબ્જાની બલેનો કારનં-જીજે-૦૧- ડબલ્યુ બી-૧૦૭૧ ની લઈને નિકળેલ ત્યારે કેટલાક અજાણ્યા ઈસમોએ તેઓની કાર રોકી, તેઓનુ અપહરણ કરી એક વેન્ટો કારમાં બેસાડી ગાંધીનગર તરફ ભાગી ગયેલ,

જે બનાવ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ ‘’એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૮૨૨૦૪૭ ૮/૨૦૨૨ ઇપીકો કલમ ૩૬૫, ૩૬૪(ક), ૩૮૪, ૩૪૧, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૨૦(બી), મુજબનો ગુનો દાખલ થવા પામેલ,

આ બનાવ મોટેરા જેવા ભરચક વિસ્તારમાં ધોરા દિવસે બનવા પામેલ હોય અપહરણનો ગંભીર પ્રકારનો ગુન્હો હોય જેથી આ બનાવમાં ભોગ બનનાર તથા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સારૂ શ્રી પ્રેમવીર સિંહ સાહેબ, અધિક પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચ તથા શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાયબ પોલીસ કમિશ્રરશ્રી, ક્રાઇમ બ્રાન્ચ નાઓએ સુચના કરેલ હતી જે આધારે અત્રેની શાખાના પો.ઇન્સ.શ્રી એન.એલ.દેસાઇ તથા પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ તથા સ્કોડના માણસો તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીશ્રીઓ તથા માણસો સાથે મળી સંયુક્ત રીતે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન પો.સ.ઈ.શ્રી એસ.પી.ગોહિલને બાતમી ટેકનિકલ સોર્સ આધારે માણસા થી વિસનગર રોડ ઉપર વિહાર ચાર રસ્તાથી બે-એક કિલોમિટર દુર કાચા રસ્તે બિલોદરા- ઉમીયાનગર ગામની સીમમાં આવેલ એક નિલગીરીના ખેતરમાં આવેલ એક પાકી ઓરડીમાંથી આ ભોગ બનનાર અતુલભાઈ પટેલને સહી-સલામત રીતે છોડાવી તે
જ્ગ્યાએ હાજર મળી આવેલ,

આરોપી :-

(૧) મહેંન્દ્રસિહ ઉર્ફે ઇશ્વરસિંહ વેરાજી ગોલ ઉ.વ-૫૬ રહે- ઇ/૨૦૩ ૪૪૪ સૌંદર્ય એપાર્ટમેન્ટ, હડમતિયા સરગાસણ ગામ ગાંધીનગર તા-જી ગાંધીનગર

(૨) કુલદીપસિહ સ/ઓ મહેન્દ્રસિહ ઉર્ફે ઇશ્વરસિંહ વેરાજી ગોલ ઉ.વ-ઉ.વ-૨૭, રહે-સદર

(૩) મંહમદતૌફીક સ/ઓ સલીમભાઇ મંહમદભાઇ મેમણ ઉ.વ-૨૦ રહે- ૧/૯ સ્લમ કર્વાટસ, ગંજશહીદ દરગાહ સામે, સાઇડ એન્ડ સર્વિસ દાણીલીમડા અમદાવાદ શહેર નાઓને તેઓના કબ્જાના મોબાઈલ ફોન-૦૩ તથા ફુટેલા કારતુસનુ ખોખુ-૦૧ તથા ગુન્હામાં વાપરેલ વેન્ટો કાર નં-૦૧ સાથે પકડી લીધેલ,

આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આ અપહરણ કરવામાં તેઓના સાગરીતો જયદિપસિંહ ગોલ તથા રાહુલભાઇ મોદી તથા મોહસીન ફકીર તથા અબરાર અંસારી નાઓ સામેલ હતા, મોહસીને પોતાની પાસે ની પિસ્તોલ વડે અતુલભાઈને ડરાવવા સારુ આ
ઓરડીમાં ફાયરીંગ કરેલુ ત્યારબાદ આ લોકો એક એકટીવા તથા મો.સા. લઇ કલોલ ખાતે અતુલભાઇ પટેલના ભાઇ પાસેથી પૈસા વસુલ કરવા ગયેલ હતા ત્યારબાદ તેઓના નક્કી થયા મુજબ નરોડા દાસ્તાન સર્કલ વિસ્તારમાં મળવાનું કહેલ છે તેવી કબુલાત આધારે તપાસકરતા નરોડા દાસ્તાન સર્કલ પાસેથી આરોપીઓ (૪)રાહુલભાઈ સ/ઓ પંકજભાઈ
કાંન્તીલાલ મોદી ઉ.૧:૨૮ રહેઃસિધ્ધપુર ૫૦, ગુરૂનાનક સોસાયટી રાજપુર તા:સિધ્ધપુર
જી:પાટણ

(૫) મોહસીન સ/ઓ મહેમુબશા અહેમદશા ફકીર ઉ.વ:૨૮ રહે: ગામ : સેંદ્રાણામ, ફકીરવાસ, બસ સ્ટેશન સામે, તા:સિધ્ધપુર જી:પાટણ

(૬) મહંમદ અબરાર
મહંમદ ઇસ્માઇલ અંસારી ઉવ.૨૦ રહે ૧/૮, સ્લમ કર્વાર્ટસ, ગંજશહીદ દરગાહ સામે, દાણીલીમડા અમદાવાદ શહેર નાઓને તેઓના કબ્જાની ગુન્હામાં વાપરેલ પિસ્તોલ નંગ-૧ તથા જીવતા કારતુસ નંગ-૪ તથા મોબાઈલ ફોન-૦૩ તથા એકટીવા-૦૧ સાથે મળી આવતા જે તમામ કુલ રુ. ૫,૨૬,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,

આ કામના આરોપીઓએ અતુલભાઈ પટેલનુ અપહરણ કર્યા બાદ ઉપરોક્ત જ્ગ્યાએ ગોંધી રાખી, પિસ્તોલ વડે જમીન ઉપર ફાયરીંગ કરી, તેઓને ડરાવી-ધમકાવી તેઓના ભાઈ ઉપર ફોન કરી, છોડાવવા પેટે રુ. ૭૦ લાખ જેટલી માતબર રકમની માંગણી કરેલ હતી,

આરોપીઓની પુછપરછ દરમ્યાન ભોગ બનનાર અતુલભાઈ પટેલ નાઓએ આરોપી મહેન્દ્રસિંહ નાઓની મોજે ગામ:ગોલતરા તા : કલોલ જી : ગાંધીનગર ખાતેની પોણા ત્રણ વિઘા જેટલી જમીન વર્ષ:૨૦૧૭ માં અતુલભાઈ પટેલ નાઓએ ખરીદ કરેલ હતી જેના નાણાની લેવડ-દેવડ ની તકરાર હોય જેથી ઉપરોક્ત પકડાયેલ આરોપી મહેન્દ્રસિહ વેરાજી ગોલના દિકરા જયદિપસિંહ નાઓએ પોતાના ભાઈ કુલદિપસિંહ તથા પોતાના પિતાજી મહેંદ્રસિંહ નાઓ સાથે મળી આ અપહરણનો પ્લાન બનાવેલ હતો,

આ કામ માટે જયદિપસિંહ નાએ રાહુલ મોદી ની મદદ લીધેલી અને રાહુલ મોદીએ તેના મિત્ર મોહસીન ફકીરને તૈયાર કરેલ મોહસીનના કહેવાથી મોહસીનના મિત્રો મંહમદતૌફીક મેમણ તથા મહંમદ અબરાર અંસારી તથા અન્ય એક મહમદ આરીફ મહમદ રફીક સીંધી રહે-ટેકરાવાસ સિદ્ધપુર નાઓને આ કામમાં સાથે રહેવા તૈયાર કરેલ હોવાની હકીકત સામે આવેલ છે જે કામ માટે રાહુલ મોદીએ સાથે રહેવા પેટે જયદિપસિંહ પાસેથી રુ. દસ લાખ લેવાના નક્કી કરેલ જેમાંથી રાહુલ મોદી તેના તૈયાર કરેલ ઉપરોક્ત માણસોને રુ.૫૦-૫૦ હજાર જેટલી રકમ આપનાર હોવાનીકબુલાત કરેલ છે,

આ કામે જયદિપસિંહ મહેન્દ્રસિંહ ગોલ તથા મહંમદ આરીફ મહમદ રફીક સિંધીનાઓ ને હાલ પકડવાના બાકી છે આ આ બાબતે ચાંદખેડા પો.સ્ટે.ને જાણ કરી આરોપીઓ મુદ્દામાલ સોપવા તજવીજ કરવામાં આવેલ છે આરોપીઓ પાસેથી મળી આવેલ હથિયાર તેઓ ક્યાથી અને કોની પાસેથી લાવેલ વિગેરે સહીતની વધુ પુછપરછ પો.ઈ.શ્રી એન.એલ. દેસાઇ તથા પો.સ.ઈ.શ્રી એસ.પી.ગોહિલ નાઓ કરી રહેલ છે,

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ :-

આરોપી મંહમદતૌફીક સ/ઓ સલીમભાઇ મંહમદભાઇ મેમણ નાનો અગાઉ વર્ષ ૨૦૧૭ માં દાણીલીમડા પો.સ્ટે.ના લુંટના ગુન્હામાં સગીર આરોપી તરીકે પકડાઈ ચુકેલછે જે ખાનપુર રીમાન્ડ હોમમાં બે મહીના જેટલો સમય રહેલ છે,

ડાબે થી જમણે આરોપી
1) મોહસીન ફકીર
2) તોફિક મેમણ
3) રાહુલ મોદી
4) અબ્રાર અન્સારી
5) કુલદીપ સિંહ ગોલ
6) મહેન્દ્રસિંહ ગોલ

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]