અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હી પોલીસ, C.B.I ના અધિકારીના નામે નાણા પડાવતી ગેંગના અન્ય ૫ ( પાંચ ) ગુનેગારોની ધરપકડ કરી.
સામાન્ય નાગરીકોને દિલ્હી પોલીસ, CBI જેવી બ્રાંચના ઉચ્ચ અધિકારીના નામે વાતચીત કરી તેઓના નામના આધારકાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હતુ જેમાંથી બેંક એ.ટી.એમ, પાસપોર્ટ, એમ.ડી ડ્રગ મળેલ છે જે બાબતે તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે તેવુ જણાવી ભોગ બનનાર સિનીયર સીટીઝન નાગરીકને ડરાવી ધમકાવી તેમના વિરૂધ્ધ કોર્ટમાંથી એરસ્ટ વોરંટ નિકળેલ છે તેવી હકીકત જણાવી તેમને વિડીયો કોલ કરી ડિઝીટલ એરેસ્ટ કરી લેવાની ધમકીઓ આપી ભોગ બનનાર પાસેથી નાણા પડાવતી ગેંગના બેંક ખાતા ધારક તેમજ બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યશ બેંકના કર્મચારીઓને પકડી પાડતી સાયબર ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર,
ગઇ તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા સિનીયર સીટીઝન ફરીયાદીએ અત્રે આવી પોલીસ ફરીયાદ હકીકત જણાવેલ કે તેમને એક અજાણ્યા વ્યકતીઓ એ વોટસઅપ ઉપર કોલ કરી પોતે દિલ્હી પોલીસમાંથી બોલતા હોવાની ઓળખ આપી ફરીયાદીને તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરી એક પાર્સલ મોકલવામાં આવેલ હતુ જેમા ૧૬ પાસપોર્ટ, ૫૮ એ.ટી. એમ કાર્ડ, ૧૪૦ ગ્રામ MDMA ડ્રગ્સ મળી આવેલ છે અને તેમા તેમની વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થયેલ છે અને કોર્ટે તેમના વિરૂધ્ધ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરેલ છે જેથી જો ફરીયાદીને તેમને તપાસમાં સાથ સહકાર નહીં આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકાર ની ધમકી આપી બાદમાં વોટસઅપ કોલ ઉપરથી દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ના નામે વાત કરી તેમને ડીઝીટલ એરેસ્ટ કરી તેમનુ નિવેદન મેળવવાન નામે ફરીયાદી પાસેથી તેમના બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવી તેમજ ફરીયાદી જે પૈસા ભરશે તે વેરીફાઇ કરી પછી તરત પરત મળી જશે તેવી ખોટી હકીકત જણાવી તે બાબતે તેમનો વિશ્વાસ કેળવવા સી.બી.આઇ ના લોગો વાળા, દિલ્હી કોર્ટના નામના, આર.બી.આઇ ના સહિ સિક્કાવાળા બનાવેલ બનાવટી પત્રોના ફોટા મોકલી ફરીયાદીનો વિશ્વાસ કેળવી કુલ રૂપિયા ૧,૧૫,૦૦, ૦૦૦/-(એક કરોડ પંદર લાખ) બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી મેળવી લઇ છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આપેલ.
જેથી ઉપરોકત બાબતે અત્રે ફરીયાદ દાખલ થતા અને આરોપી બાબતે ટેકનીકલ માહિતી આધારે તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સી મારફતે તપાસ કરી આ ગુનો કરનાર આરોપીઓએ ફરીયાદીના પૈસા જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકો અને આ ગુનાહીત પ્રવુતીના નાણા બેંકમાંથી વિડ્રો કરવામાં તેમજ ગુનાહીત પ્રવુતી કરવા માટે વપરાયેલ બેંક ખાતુ કોઇ પણ જાતના એડ્રેસ પ્રુફલીધા વગર ખોલી આપવામાં તેમજ અગાઉ પકડાયેલ આરોપીના ખાતામાં આવેલ ફોડ એમાઉન્ટ તેના સેવીંગ ખાતામાં મેળવી આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ વેલ ઓર્ગેનાઇઝ ગેંગના સભ્યો
(૧) જીગર સ/ઓ લધીરભાઇ જોષી તે કેસ વિડ્રો કરવામાં મદદગારી કરનાર યશ બેંક ડીસાબ્રાય અને રાજસ્થાનના મેરતા બ્રાંચના કર્મયા૨ી તથા હાલ રહેવાસી:-રત્નાકર સોસાયટી, વિરેન પાર્કની સામે, પાટણ હાઇવે, ડીસા, જી-બનાસકાંઠા ગુજરાત,
(૨) જતિન સ/ઓ મહેશકુમાર ચોખાવાલા હાલ રહે: શુકન બંગ્લોઝ, ગાયત્રી મંદીર રોડ, ડીસા, જી - બનાસકાંઠા ગુજરાત,
(૩) દિપક ઉર્ફે દિપુ સ/ઓ ભેરૂલાલ સોની હાલ રહેઃ- રત્નાકર સોસાયટી, વિરેન પાર્કની સામે, પાટણ હાઇવે, ડીસા જી - બનાસકાંઠા, ગુજરાત,
(૪) માવજીભાઇ સ/ઓ અજબાજી પટેલ રહેઃ- ગામ-કુડા, પટેલ વાસ, મોરાલ રોડ, તા.ડીસા, જી. બનાસકાંઠા, ગુજરાત,
(૫) અનીલકુમાર ઉર્ફે ભુટા સધાયરિયાકલાન - ગામ - ઓ સિયારામ મંડા હાલ રહે/, ખજવાણા પોસ્ટ ઓફીસની પાસે, દેગાના, જીનાગૌર., રાજસ્થાન ૩૪૧૦૨૮ નાઓને પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ ટીમ,
જે આ ગુનામાં પકડાયેલ આરોપીઓમાં આરોપી (૧) જીગર સ/ઓ લધીરભાઇ જોષી નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે,
આરપી (૨) જતિન સ/ઓ મહેશકુમાર યોખાવાલા નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે,
આરોપી (૩) દિપક ઉર્ફે દિપુ સ/ઓ ભેરૂલાલ સોની નાઓએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે,
આરોપી (૪) માવજીભાઇ સ/ઓ અજબાજી પટેલ નાઓએ બી.એ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલ છે,
આરોપી (૫) અનીલકુમાર ઉર્ફે ભુટા સ ઓ સિયારામ મંડા/નાઓએ ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલ છે,
જે ઉપરોકત ગુન્હામાં ફરીયાદી સાથે કુલ રૂપિયા 1,15,00,000/-(એક કરોડ પંદર લાખ) ની છેતરપીંડી થયેલ જે પૈકી રૂપિયા 63,60,642/- ( ત્રેસઠ લાખ સાઠ હજાર છસો બેતાલીસ ) તપાસ દરમ્યાન જુદા જુદા બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં આવેલ છે અને રૂપિયા 11,00,000/- રોકડા અગાઉ પકડાયેલ આરોપીની ધરપકડ દરમ્યાન તેની પાસેથી રીકવર કરવામાં આવેલ છે તેમજ આ સિવાય હાલ પકડાયેલ આરોપી જીગર પાસેથી બીજા રૂપિયા 9,00,000/- રોકડા કબ્જે કરવામાં આવેલ છે જે ફરીયાદીને પરત અપાવવા નામદાર કોર્ટ મારફતે કાર્યવાહી કરવામાં આવેલ છે,
܀
જે ઉપરોકત આરોપીઓના નામદાર કોર્ટ પાસેથી રીમાન્ડની માંગણી કરતા આરોપીઓ ના નામદાર કોર્ટ તરફથી તા.૨૯/૧૧/૨૦૨૪ સુધી પોલીસ કસ્ટડી રીમાન્ડ આપેલ હોય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે
