શહેરા પંથકમાં કમોસમી વરસાદ થતા ધરતીપુત્રો થયા ચિંતામાં ગરકાવ
શહેરા
ગુજરાતમાં માવઠુ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી હતી. જેના પગલે પંચમહાલ જીલ્લામાં તેની અસર ગુરુવાર સવારથી જોવા મળી હતી.જેમા જીલ્લાના શહેરાનગર અને પંથકમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. વાતાવરણમા આવેલા એકાએક ફેરફારના પગલે શિયાળુ પાક કરનારા ખેડુતોમાં ભારે ચિંતા પ્રસરી જવા પામી હતી.શહેરાપથકમા જોવા મા આવે તો ખાસ કરીને ઘંઉનો પાક કરવામા આવે છે.પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે વરસાદના કારણે પાકને નુકશાન થઈ શકે છે.કમોસમી વરસાદને પગલે જોવા ઠંડીમા પણ ચમકારો જોવા મળ્યો હતો.
પંચમહાલ જીલ્લામાં આજે સવારથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી પણ કરવામા આવી હતી.જેના પગલે શહેરા તાલુકામાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો.જેમાં શહેરાનગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થયો છે,એકાએક માવઠુ થતા ખેડુતોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે,ખાસ કરીને તુવેર ઘઉ સહિતના પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.એકાએક વરસાદને પગલે ઠંડીનુ પણ જોર વધ્યુ હતુ.એકાએક કમોસમી વરસાદ થતા ઘાસના પુળાઓ પણ પલળી ગયા હતા,વરસાદથી તેને બચાવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. કમોસમીવરસાદથી શહેરા તાલુકાના વાતાવરણમા એકાએક પલટો જોવા મળ્યો હતો.વરસાદને લઈન આગામી સમયમા પણ ઠંડીનો ચમકારો વધવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી.
રિપોર્ટર વિનોદ પગી શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.