લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર લીઓ ક્લબ ઓફ બાલાસિનોર સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર લીઓ ક્લબ ઓફ બાલાસિનોર સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો


લાયન્સ ક્લબ ઓફ બાલાસિનોર લીઓ ક્લબ ઓફ બાલાસિનોર સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન ગલતેશ્વર તાલુકાના સોનિપૂર ગામ માં દૂધ ઉત્પાદક મંડડીમાં કરવામાં આવ્યું.જેમાં. સરકારી હોમીઓપેથીક દવાખાના ઠાસરા ના ડો જીગ્નેશ શાહ તેમજ એમની ટિમ મારફતે 211 દર્દીઓને તપાસીને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. તેમજ સરકારી આયુર્વેદિક દવાખાના વનોડા ના ડો. ઉપેક્ષા બેન ભીમાણી તેમજ એમની ટિમ દ્વારા 162 દર્દીઓને તપાસીને વિના મૂલ્ય દવાઓ નુ વિતરણ કરવામાં આવ્યું... આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ વતી પ્રમુખ લાયન ગીરીશભાઈ ચૌહાણ લાયન પી કે શર્મા તેમજ લાયન શિવા ભાઈ પ્રજાપતિ હાજર રહ્યા..લાયન યુસુફ ભાઈ તેમજ લીઓ ક્લબ વતી હિરેનભાઈ લીઓ મુકેશભાઈ લીઓ વિજયભાઈ ચૌહાણ હાજર રહ્યા આ કાર્યક્રમ માં કુલ 373 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી દવાઓનું વિતરણ થયું..સદર કેમ્પ ના દૂધ મંડદીના સેક્રેટરી ચેરમેન તેમજ સ્ટાફ ગામ ના વડીલો પણ હાજર રહ્યા.. આ ઉપરાંત સોનીપુર પ્રાથમિક શાળા માં યોગ ટ્રેનિંગ કરવામાં આવ્યું જેમાં ટ્રેનર મારફતે યોગ ની માહિતી આપવામાં આવી તેમજ અલગ અલગ પ્રકાર ના યોગાસને કરવામાં આવ્યા જેમાં 46 વિધાર્થીઓએ ભાગ લીધો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »